- અમદાવાદમાં તરખાટ મચાવનાર
- એલસીબીએ 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : વાહન ચોરીના 5 ગુના ઉકેલાયા
બગોદરા : અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચએ વાહન ચોરીના ગુનામાં એલસીબીએ દસક્રોઇ તાલુકાના કમોડ ગામના ચાર શખ્સોને ઝડપી પાડયા છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ વાહન ચોરીના પાંચ ગુનાની કબૂલાત કરી હતી.
પોલીસે (૧) દીપક ઉર્ફે ભગી પસાભાઈ રાવળ (૨) અજય હિમ્મતભાઈ ઓડ (૩) કિશન મનુભાઇ વસાવા (મૂળ રહે. ડાકોર) (૪) જીતેશ સુરેશભાઈ ઠાકોર પાસેથી કુલ ૫ મોટરસાઇકલ અને ૧ એક્ટિવા મળી કુલ રૂ.૨,૩૫,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓ પૈકી કિશન વસાવા અને અજય ઓડ અગાઉ પણ સાબરમતી રિવરફ્રન્ટ, દાણીલીમડા અને વાસણા જેવા વિવિધ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. આ ધરપકડથી અસલાલી, વટવા જીઆઈડીસી, દાણીલીમડા અને રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વાહન ચોરીના ૫ વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે બોપલ પોલીસ સ્ટેશનને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.


