Gujarat

બોરસદના રાસ ગામે કેમિકલના પીપમાં બ્લાસ્ટથી 4 દાઝ્યા

By GS TEAM
19 Aug 20251 min read
બોરસદના રાસ ગામે કેમિકલના પીપમાં બ્લાસ્ટથી 4 દાઝ્યા

- વીજ લાઈનની કામગીરી દરમિયાન

- કેમિકલ ઉડતા ગંભીર કિશોરને વડોદરા ખસેડાયો 3 વ્યક્તિ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ

આણંદ : બોરસદ તાલુકાના રાસ ગામમાં વીજલાઈનની કામગીરી દરમિયાન કેમિકલ ભરેલા પીપમાં બ્લાસ્ટ થતા આસપાસમાં હાજર એક બાળક સહિત ૪ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બ્લાસ્ટના કારણે નજીકથી પસાર થઈ રહેલું એક બાળક પણ દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. 

રાસ ગામના વાડીયાપુરા વિસ્તારમાં વીજ કંપની દ્વારા વીજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ કામગીરી દરમિયાન આજે કેમિકલ ભરેલા એક પી પમાં અચાનક બ્લાસ્ટ થતા આસપાસમાં હાજર ચાર વ્યક્તિ દાઝી ગઈ હતી. જેમાં એક ૧૨ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. બ્લાસ્ટના કારણે કેમિકલ ઉડતા સિદ્ધાર્થ તળપદા નામનો કિશોર દાઝી ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. કિશોરને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દાઝી ગયેલા અન્ય ત્રણ વ્યક્તિઓને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.