Get The App

બરડા પંથકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, ખેતરો તળાવમાં ફેરવાયાં

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
બરડા પંથકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, ખેતરો તળાવમાં ફેરવાયાં 1 - image

ખેડૂતોની નજર સામે મગફળીના પાથરા ડૂબ્યા : અચાનક જે પડેલા વરસાદથી પાક સંપૂર્ણ નષ્ટ : ખેડૂતો પાયમાલ થોડી ઘણી સહાયને બદલે સંપૂર્ણ વળતર ચૂકવવા માંગ

પોરબંદર, : છેલ્લાં 4 દિવસથી ગુજરાતના ગામડાઓમાં વરસાદને લીધે ખૂબ મોટું નુકસાન થયું છે. પોરબંદર જિલ્લો પણ તેમાંથી બાકાત નથી. પરંતુ રહી રહીને ગઇકાલે રાત્રે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં બરડા પંથકના ગામડાના ખેડૂતો પાયમાલ થયા છે. ધરતીપુત્રોની નજર સામે મગફળીના પાથરા પાણીમાં ડૂબી જતાં ખેડૂતોને રાતે પાણીએ હોવાનો વારો આવ્યો છે.

પોરબંદર જિલ્લાના ખેડૂતોના માથે મુસીબતનો વરસાદ વરસ્યો હોય તેમ અચાનક જ ગઇકાલે રાત્રે બરડા પંથકના ગામડાઓ નટવરનગર, શીશલી, અડવાણા, કુણવદર, રામવાવ, મોરાણા, ફટાણા સહિતના વિસ્તારોમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં ખેતરો તળાવ થઇ ગઇ હતા અને તેમાં રાખેલો મગફળીનો પાક પાણીમાં ડૂબી ગયો હતો.  ધરતીપુત્રોએ મોંઘા બીયારણ, જંતુનાશક દવા, ખાતર અને ખેતમજૂરોને તગડા પૈસા ચૂકવીને મહામહેનતે કુદરતના ભરોસે વાવેલો પાક માવઠાએ તબાહ કરી દીધો છે. તૈયાર થયેલો પાક ઉપાડવા મજૂરો પૂરતા પ્રમાણમાં મળતાં નથી અને બીજી તરફ માંડવીના પાથરા ઓપનેર સુધી પહોંચે તે પહેલા ધોધમાર વરસાદે નુકસાન કર્યું છે.