Get The App

જૂનાગઢમાં 4, ભેંસાણમાં અઢી, વંથલી, વિસાવદર, મેંદરડામાં 2 ઇંચ

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
જૂનાગઢમાં 4, ભેંસાણમાં અઢી, વંથલી, વિસાવદર, મેંદરડામાં 2 ઇંચ 1 - image


સવારથી ધીમીધારે અને બપોરથી ધોધમાર ગિરનાર ક્ષેત્રમાં ચાર ઇંચ વરસાદથી કાળવા, સોનરખ નદીમાં નવાં નીર, ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશી 

જૂનાગઢ, : જૂનાગઢ શહેરમાં ગઈકાલથી મેઘરાજાએ મુકામ કર્યો છે. આજે સવારથી ધીમીધારે અને બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજ સુધીમાં જૂનાગઢ શહેર અને ગિરનાર ક્ષેત્રમાં ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. કાળવા અને સોનરખ નદીમાં નવા નીરની આવક થઈ હતી. જ્યારે ભેંસાણમાં અઢી ઈંચ, મેંદરડા, વંથલી અને વિસાવદરમાં બે-બે ઇંચ વરસાદ પડતા ગરમીથી રાહત મળતા લોકોમાં આનંદ છવાયો હતો.

સતાવાર રીતે 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો છે. ગઈકાલથી ચોમાસાની શરૂઆત થતા જ મેઘરાજાનું પણ આગમન થઈ ગયું છે. ગઈકાલે જિલ્લામાં સાર્વત્રિક એકથી ત્રણ ઇંચ વરસાદ પડયો હતો.

જ્યારે આજે સ્વારથી આકાશમાં મેઘાડંબર છવાયું ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. બપોરે બાર વાગ્યા સુધીમાં આઠ મીમી વરસાદ થયો હતો. જ્યારે બારથી સાંજે છ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ મળી કુલ ચાર ઇંચ વરસાદ થયો હતો. આજે દિવસભર વરસાદ પડતાં શહેરના વૈભવ ચોક, તળાવ દરવાજા, મોતીબાગ, દોલતપરા, ઝાંઝરડા, જોશીપરા અન્ડરબ્રિજમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ તોડયા બાદ રિપેર કરવાના કામમાં કઈ સારાવાટ ન હોવાથી અનેક વાહનો ખુંપી ગયા હતા. જ્યાં જ્યાં રસ્તા તોડયા છે. એવા વિસ્તારમાં ઘર બહાર નીકળવામાં પણ મુશ્કેલી થઈ રહી છે એ બાબતથી લોકોમાં મનપા પ્રત્યે રોષ ફેલાયો હતો. ગિરનાર, દાતારક્ષેત્રમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ પડતાં કાળવા અને સોનરખ નદીમાં નવા નીરની આવક થઇ હતી. જ્યારે ભેસામાં અઢી ઈંચ, વંથલી, વિસાવદર અને મેંદરડા પંથકમાં બે-બે ઇંચ વરસાદ થયો હતો. તો માળિયાહાટીનામાં પોણો ઇંચ, કેશોદ અને માણાવદરમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીથી રાહત મળી હતી. ચોમાસાના પ્રારંભે જ જૂનાગઢ જિલ્લામાં વરસાદ શરૂ થતા લોકોમાં ખુશી વ્યાપી છે અને ખેડૂતો વાવણી માટેની  તૈયારીમાં લાગી ગયા છે.

Tags :