Gujarat

ખંભાતમાં ધોધમાર 4 ઈંચ વરસાદમાં 4 મકાન ધરાશાયી

By GS TEAM
25 Jun 20251 min read
ખંભાતમાં ધોધમાર 4 ઈંચ વરસાદમાં 4 મકાન ધરાશાયી

- ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન

- સાલ્વા, જહાંગીરપુર, રેલવે સ્ટેશન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

આણંદ : ખંભાતમાં ૪ ઈંચ જેટલા ધોધમાર વરસાદે શહેરમાં ચારે તરફ જળબંબાકાર થઈ જતા જનજીવન પર અસર પહોંચી હતી. શહેરમાં વરસાદના લીધે ૪ મકાનો ધરાશાયી થયા છે. 

ખંભાત શહેરમાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ચારેબાજુ જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદને પગલે વર્ષો જુના મકાનો ધરાશયી થયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે સ્થાનિકો સ્થળાંતર કરી ગયા છે તેઓના મકાનો ધરાશયી થયાની ઘટનાઓ સામે આવી રહી છે. કોઈ પણ પ્રકારનું સમારકામ ન કરાતા મકાન ધરાશયી થવાથી નિર્દોષ લોકોને બનવું પડયું છે. જો કે, ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે. જેને કારણે જનજીવન પર અસર પહોંચી છે. સાલ્વા, જહાંગીરપૂર, રેલવે સ્ટેશન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં, તેમજ અન્ય નીચાણ વાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકશાન થયું છે.