Get The App

ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ 1 - image


4 Gujaratis kidnapped in Tehran, Iran : ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા એક મહિલા સહિત 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે. ચારેય લોકો ગાંધીનગરના માણસાના બાપુપુરા ગામના હોવાનું જણાય છે. સમગ્ર ઘટનામાં ભોગ બનનારને માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને કરોડો રૂપિયાની ખંડણીની માગ કરતાં પરિવારે 50 લાખ રૂપિયા આપ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટના મામલે પરિવારે જાણ કરતાં સ્થાનિક ધારાસભ્યએ કેન્દ્ર સરકારને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. 

ઈરાનમાં ચાર ગુજરાતીનું અપહરણ

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા ત્યારે એમીરેટ્સ એરલાઈન્સ મારફતે દિલ્હીથી બેંગકોક, દુબઈ અને ઈરાનના તહેરાન લઈ જવામાં આવ્યા હતા. જેમાં તહેરાનના ઈમામમાં ખામેનીની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ચારેય ગુજરાતીનું ટેક્સીમાં અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. 

બે કરોડ રૂપિયાની ખંડણીની માંગણી

એક મહિલા સહિત ચાર લોકોનું ઈરાનમાં અપહરણ કર્યા બાદ આરોપીએ અપહરણનો ભોગ બનનારા લોકોને મારતા હોવાનો વીડિયો વોટ્સએપમાં શેર કર્યો હતો અને બે કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

આ પણ વાંચો: હિંમતનગર સ્ટેશન પરથી 79 લાખનું એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇનનો જથ્થો જપ્ત, આંતરરાજ્ય ડ્રગ્સ હેરફેરની આશંકા

સ્થાનિક ધારાસભ્યે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર 

સમગ્ર બનાવ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટલે અને સરપંચ દ્વારા કેન્દ્ર સરકારને લેખિતમાં રજૂઆત કરી હતી અને ચારેય ગુજરાતીઓને સલામત ભારત લાવવાની માગ કરી હતી. 

અપહરણનો ભોગ બનનારા ગુજરાતીના નામ

- ચૌધરી અજયકુમાર કાંતિભાઈ

- ચૌધરી પ્રિયાબહેન અજયકુમાર

- ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ

- ચૌધરી નિખિલકુમાર રમણભાઈ

ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ 2 - image

Tags :