Gujarat

ગોત્રીના બ્યૂટિ પાર્લરમાં દારૃની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા

By GS TEAM
9 Dec 20251 min read
ગોત્રીના બ્યૂટિ પાર્લરમાં દારૃની મહેફિલ માણતા હાલોલ ભાજપના મંત્રી સહિત 4 મિત્રો પકડાયા

વડોદરાઃ ગોત્રી રાજેશ ટાવર વિસ્તારમાં આવેલા બ્યુટી પાર્લરમાં દારૃની મહેફિલ ચાલતી હતી ત્યારે પોલીસ આવી જતાં ચાર મિત્રો પીધેલી હાલતમાં પકડાયા હતા.

રાજેશ ટાવર પર સામ્રાજ્ય કોમ્પ્લેક્સમાં આવેલા ઉમિયા બ્યુટી પાર્લરમાં રાત્રે દારૃની મહેફિલ ચાલતી હોવાની માહિતી મળતાં ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ પોલીસને મોકલી રેડ પડાવી હતી.

પોલીસ પહોંચી ત્યારે ચાર જણા નીચે જમીન પર કંડાળુ વળીને પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.પોલીસે ચારેયને અટકમાં લઇ દારૃની ખાલી બોટલ અને ચાર ગ્લાસ કબજે લીધા હતા.

પોલીસની તપાસમાં બ્યુટી પાર્લરનો સંચાલક મિતેશ સીતારામ પટેલ(ચંદ્રનગર સોસાયટી,સુભાનપુરા) હોવાનું ખૂલ્યું હતું.જ્યારે તેની સાથે પકડાયેલા અન્ય ત્રણ મિત્રો હાલોલથી આવ્યા હોવાનું ખૂલ્યું હતું.જેમાં ધવલ પટેલ હાલોલ નગર ભાજપનો મંત્રી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ચારેય સામે મહેફિલનો કેસ કર્યો હતો.

દારૃની મહેફિલમાં પકડાયેલાના નામ

(૧)મિતશ સીતારામભાઇ પટેલ(ચંદ્ર નગર સોસાયટી,સુભાનપુરા)(બ્યુટીપાર્લરનો સંચાલક અને બરોડા સેન્ટ્રલ કો ઓ  બેન્કમાં નોકરી)

(૨) ધવલ સંજયભાઇ પટેલ(ધવલ પાર્ક સોસાયટી,કંજરી રોડ,હાલોલ, જિ, પંચમહાલ),હાલોલ નગર ભાજપનો મંત્રી

(૩)હિમાંશુ રાજુભાઇ પટેલ(ખાનગી કંપનીમાં નોકરી)(નર્મદા નગર,કંજરી રોડ, હાલોલ)

(૪) પાવન બલવીરસિંહ ચૌહાણ(ઉમા સોસાયટી,કંજરી રોડ,હાલોલ)(ખાનગી નોકરી).