બજાણાના ઝેઝરી અને ખેરવા વચ્ચે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત 4 ના મોત એક ઇજાગ્રસ્ત
પરીવાર અમદાવાદ એક પ્રસંગે આવ્યા હતા
સુરેન્દ્રનગર શક્તિઘામના દર્શન કર્યા અને મરમારા માતાજી વણાના દર્શને જતી વખતે થયો અકસ્માત
સુરેન્દ્રનગર - પાટડીના બજાણા નજીક ઝેઝરી અને ખેરવા ગામ નજીકથી પસાર થતા માર્ગ પર આજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને કાર વચ્ચેની આ ભયાનક ટક્કરમાં ચાર મહીલાના ઘટના સ્થળે મોત નીપજયા હતા જ્યારે કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ આ પરીવાર અમદાવાદ એક પ્રસંગમા હાજરી આપી સુરેન્દ્રનગર આવવા રવાના થયા હતા શકતીઘામ માતાજીના દર્શન કરી આગળ વણામા મરમરામાતાજીના દર્શને જય રહ્યા હતા અને એકાએક સામે આવી રહેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયો હતો જેમા કારમા સવાર ધર્મિષ્ઠાબા દિગ્વિજયસિંહ ઝાલા જયશ્રીબા રમદેવસિંહ ઝાલા રહે. બંને ડેરવાડા તા.લખતર હાલ રહે. અમદાવાદ પ્રફુલ્લાંબા ગજુભા ગોહિલ, ધર્મિષ્ઠાબા કિશોરસિંહ ગોહિલ રહે.બંને તળાજા જી.ભાવનગર આ ચારેય મહીલાના ધટના સ્થળે મોત નીપજયા હતા અને કાર ચાલક બ્રીજરાજસિંહ દિગ્વિજયસિંહ રાણા રહે. ધર્ણિધર, નવા નરોડા, અમદાવાદ વાળાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા ઘટનાની જાણ થતાંજ બજાણા પીઆઇ અને એમની ટીમ ઘટના સ્થળે પોહચી હતી ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કરીને રસ્તાને ખુલ્લો કરવામા આવ્યો હતો ડમ્પર ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામા આવી હતી આ ગંભીર ઘટનાને પગલે ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો અને આજુબાજુ રહેતા લોકો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.