જામનગરમાં ધો.10 અને 12ની પરીક્ષાના સીસીટીવીમાં ચાર ગેરરીતિના કેસ નજરે ચઢ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં તાજેતરમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાના સીસીટીવી કેમેરાની તપાસ કરતાં ચાર વિધાર્થીઓ ગેરરીતિ કરતા હોવા નું જોવા મળ્યું હતું.જેથી બોર્ડ ને અહેવાલ મોકલવામાં આવ્યો છે.
જામનગર સહીત રાજયભરમાં તાજેતરમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બંનેમાં બે -બે કોપીકેસ જોવા મળ્યા હતાં. સીસીટીવી કેમેરાથી સજ્જ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આ દરમિયાન સીસીટીવી કેમેરામાં ગેરરીતિ કેદ થઈ હતી .
જામનગરમાં ધો.10માં 2 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 2 મળી કુલ 4 કેસનો સમાવેશ થાય છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બોર્ડમાં રિપોર્ટ કરાયો છે. પ્રાથમિક તપાસમાં ચારેય રૂમાલ, દુપટ્ટા તથા અન્ય રીતે કાપલી એટલે કે ચીઠ્ઠી થી પરીક્ષામાં ચોરી કરતા હોવાનું ખૂલ્યું છે.
જો કે, આ ચારેય કેસનું હિયરિંગ પરીક્ષા સમિતિ સમક્ષ થશે. આથી આખરી નિર્ણય સમિતિ કરશે. આ હિયરિંગ માં સ્થાનિક અધિકારીઓ, પરીક્ષાર્થી અને સમિતિ ના સભ્યોની ઉપસ્થિતિમાં થશે. ત્યારે જામનગરના ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સીસીટીવી કેમેરામાં કેદ ચોરી ના ચાર કેસમાં પરીક્ષા સમિતિ શું આખરી નિર્ણય કરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.








