Gujarat

જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી-જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

By GS TEAM
22 Dec 20251 min read
TukuTouch Logo
એલસીબીની ટુકડીએ ચાર ચોરાઉ બાઈક સાથે 1 તસ્કરને ઝડપી લીધો : જેના અન્ય સાગરીતની શોધખોળ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી-જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

Jamnagar Crime : જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટીમને સફળતા સાંપડી છે, અને ચાર નંગ ચોરાઉ બાઇક સાથે એક તસ્કરને ઝડપી લીધો છે, જેના સાગરીતની શોધખોળ હાથ ધરી છે.

 જામનગર શહેરમાં વાહન ચોરીનો ઉપદ્રવ વધી ગયો હોવાથી એલસીબીની ટુકડીએ વાહન ચોર ટોળકીને શોધી કાઢવા માટે કોમ્બિંગ હાથ ધર્યું હતું, અને જુદા-જુદા વિસ્તારોમાં વોચ ગોઠવીને કાલાવડ નાકા બહાર ખાટકીવાડ વિસ્તારમાં રહેતા અલબાઝ ફારુકભાઈ કટારીયા નામના શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી ચાર નંગ ચોરાઉ બાઈક કબજે કરી લીધા હતા. જેણે જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી ચારેય વાહનો ચોરી કરી લીધા હોવાનું કબુલ્યું હતું. તેની સાથે તેનો અનવર ઉર્ફે અનુ ચકેડી ઇસ્માઈલભાઈ સિપાઈ પણ સંડોવાયેલો છે, અને હાલ તે ફરાર હોવાથી પોલીસ શોધી રહી છે.

 પોલીસને પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી અરબાજ કટારીયા કે જે જામનગર શહેરમાં મોડી રાત્રીના રખડતો ભટકતો અને કોઈ રહેણાક-મકાન કે દુકાનની બહાર મોટરસાયકલ પડેલા દેખાય તો તેની ચોરી કરી અને પોતે હાથી પગપાળા ચલાવીને પોતાના મિત્રના ઘર સુધી લઈ જતો. અને ડેલા પાસે મૂકી દેતો હતો. ત્યારબાદ સવારે તેમાં ચાવી લગાડી અથવા તો ડાયરેક્ટ કરીને ત્યાંથી ઉઠાવી જતા હતા, આ પ્રકરણમાં ફરાર આરોપીને પોલીસ શોધી રહી છે.