મોડી રાત્રે મકરપુરા જીઆઇડીસીમાં દારૂની મહેફિલ માણતા 4 પકડાયા
Vadodara Liquor Case : વડોદરામાં મોડી રાત્રે 12:15 વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં એક વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે, મકરપુરા જીઆઇડીસી હિમાલયા કંપનીની ગાડીમાં મારો શેઠ તથા બીજા બે ત્રણ છોકરા ભેગા બેસીને દારૂ પીવે છે. જે મેસેજના આધારે માંજલપુર પોલીસે મકરપુરા જીઆઇડીસી હિમાલયા કંપનીની ગલીમાં શેડ નંબર 485 શ્રીજી એન્ટરપ્રાઇઝ ખાતે તપાસ કરતા ચાર વ્યક્તિઓ દારૂ પીધેલા મળી આવ્યા હતા. જેથી પોલીસે ચારેયની સામે અલગ-અલગ પ્રોહિબિશનના ગુના દાખલ કર્યા હતા.
જેમાં (1) રિતેશ ભોગીલાલ પટેલ (રહે-મારુતિધામ, જ્યુપીટર ચોકડી પાસે, માંજલપુર) (2) મેહુલ સુખાભાઈ રાવળ (રહે-ભાલીયાપુરા, તાલુકો વડોદરા) (3) સંતોષ કિશોરભાઈ કદમ (રહ- વિશાલનગર, તરસાલી) તથા (4) વિશાલ રમેશભાઈ તડવી (રહે-લીમડાવાળું ફળ્યું, મકરપુરા)ને પોલીસે દારૂ પીધેલી હાલતમાં પકડી લીધા હતા.