વડોદરામાં પરિવાર ચાર રસ્તા નજીક અમીદર્શન કોમ્પ્લેક્સ ખાતે દારૂની મહેફિલ માણી રહેલા ચાર ઝડપાયા
Vadodara Liquor Party : વડોદરામાં કપૂરાઈ પોલીસે ગઈકાલે મોડીરાત્રે પરિવાર ચાર રસ્તા પાસેના અમીદર્શન કોમ્પ્લેક્સ ખાતે દરોડો પાડી દુકાનની બહાર દારૂની મહેફીલ માણી રહેલ ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પરિવાર ચાર રસ્તા પાસેના અમી દર્શન કોમ્પલેક્ષની વીર એન્ટરપ્રાઇઝ દુકાનની બહાર દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ અંગે દુકાન સંચાલકે કપૂરાઈ પોલીસને જાણ કરતા પોલીસે દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલ સૌરભ ચેતનકુમાર મોરે (રહે-યોગી સોસાયટી, પરિવાર ચારરસ્તા પાસે), કૃણાલ રઘુપતિ તેવર (રહે-સાંઇધામ સોસાયટી, કપૂરાઈ પોલીસ સ્ટેશન નજીક), રમેશ રામજીભાઈ રાવલ (રહે-ઘોઘંબા ગામ ,જી. પંચમહાલ) અને અક્ષત શૈલેષભાઈ ઠક્કર (રહે-પરિવાર સોસાયટી પરિવાર ચાર રસ્તા પાસે)ને ઝડપી પાડી સ્થળ પરથી એક દારૂની ખાલી બોટલ, બિયરનું ટીન, પાણીની બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.