Get The App

ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રોલમાં નજીક 12 વર્ષ પહેલા થયેલા થયેલી હત્યાના કેસમાં 4 આરોપીને આજીવન કેદની સજા 1 - image

Jamnagar : ધ્રોલ પંથકમાં 12 વર્ષ પહેલા નિપજાવાયેલી હત્યાના કેસમાં ચાર આરોપીઓને અદાલતે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ધ્રાંગડા-સોયલ પાસે ગત તારીખ 9 માર્ચ 2014 ના સુમારભાઈ ઇસ્માઈલભાઈ સફિયાની કોઇતા, છરી, પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરીને હત્યા નિપજાવવામાં આવી હતી. આ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યા હતા. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને આધાર પુરાવો દસ્તાવેજી પુરાવાઓ સાહેબ રાક્ષીઓ વગેરેની જુબાનીને ધ્યાનમાં રાખીને અદાલતે ચાર આરોપી હનીફ રસુલભાઈ મકવાણા, નરેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા, ગિરીશ ગોપાલભાઈ બારૈયા અને રમજાન રસુલ મકવાણાને તકદીર વન ઠરાવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.