Gujarat

જામનગર શહેર અને દરેડમાં દારૂની નાની-મોટી 36 બોટલો સાથે 4 આરોપી ઝડપાયા, એક ફરાર

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
જામનગર અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી 36 બોટલો સાથે ચાર શખ્સને ઝડપી પાડ્યા હતા

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને દરેડમાં દારૂની નાની-મોટી 36 બોટલો સાથે 4 આરોપી ઝડપાયા, એક ફરાર

Jamnagar Liquor Crime : જામનગર અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી 36 બોટલો સાથે ચાર શખ્સને ઝડપી પાડ્યા હતા, અને એકની સંડોવણી બહાર આવતાં ફરાર જાહેર કરી તમામ સામે દારૂબંધી ભંગ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.

પ્રથમ દરોડાની મળતી માહિતી પ્રમાણે જામનગરમાં શંકરટેકરી, સિદ્ધાર્થ કોલોની ખાતે રહેતા દીપ અનિલભાઈ સોંદરવા નામના શખ્સના રહેણાંક મકાને એલસીબી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 12 બોટલો કબ્જે લઈ તેની ધરપકડ કરી રૂપિયા 13200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ વિદેશી દારૂ સપ્લાય કરનાર સાધના કોલોની ખાતે રહેતા યુવરાજસિંહ જાડેજા નામના શખ્સને ફરાર જાહેર કરી બન્ને સામે પ્રોહી. એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

બીજો દરોડો જામનગરમાં દરેડ ગામે જીઆઇડીસી ફેસ-2માં આવેલા શિવશક્તિ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં એલસીબી પોલીસે તલાસી દરમિયાન વિદેશી દારૂની 11 બોટલો સાથે દુકાન માલિક વિનોદગીરી ઈશ્વરગીરી ગૌસ્વામીની ધરપકડ કરી રૂપિયા 12100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ત્રીજો દરોડો જામનગરમાં એસટી રોડ પર આવેલ પ્રેમ સાગર પાનની દુકાન પાસેથી કિરીટભાઈ હેમરાજભાઈ ગજેરા નામના શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના 8 નંગ ચપલા સાથે ઝડપી લઇ રૂપિયા 800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ચોથો દરોડો જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેથી પસાર થતાં કરણભાઈ શંકરભાઈ ચાંદ્રા નામના શખ્સને પણ સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના 5 નંગ ચપલા સાથે ઝડપી લઇ રૂપિયા 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.