Get The App

લંડનની યુનિ.માં અર્ધી ફીમાં એડમિશન અપાવવાનું કહી 4.80 લાખની ઠગાઈ

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
લંડનની યુનિ.માં અર્ધી ફીમાં એડમિશન અપાવવાનું કહી 4.80 લાખની ઠગાઈ 1 - image


વિદેશોમાં એડમીશન અપાવતા એજન્ટોનું વેરીફીકેશન જરૂરી  : સુરતના હાર્દીક બદરૂકીયા વિરૂધ્ધ રાજકોટના યુવાનની ફરિયાદ,ફી ભર્યાની પહોંચ આપ્યા બાદ યુનિ.એ ફ્રોડથી ફી ભર્યાનું કહીને તે પરત મોકલી હતી 

 રાજકોટ, : વિદેશમાં ભણવાનું વલણ સ્થાનિકે વધુ ફી સહિતના અનેક કારણોથી વધ્યો છે ત્યારે પ્રવેશ અપાવી દેતા એજન્ટોનું મોટુ નેટવર્ક પણ ધમધમતું થયું છે અને આ એજન્ટોમાં કોણ સાચો અને કોણ ઠગ તે ઓળખવું વિદ્યાર્થીઓ માટે મૂશ્કેલ રહેતું હોય છે. આ સ્થિતિમાં રાજકોટના બી.ઈ.ભણેલા યુવાને યુ.કે.માંથી ડિગ્રી મેળવવાની આશાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં એમ.એસસી.એપ્લાઈડ ઈન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સમાં રૂ।. 10 લાખની ફી સામે અર્ધી ફીમાં એડમીશન અપાવી દેવાનું કહીને સુરતના હાર્દીક બદરૂકીયા નામના શખ્સે ઠગાઈ કરી આ રકમ ઓળવી ગયાની ફરિયાદ આજે રાજકોટ પોલીસમાં નોંધાઈ ેછે. 

સંજય ઠાકરશીભાઈ સાપરા કોળી (ઉ. 26 રહે. રંગીલા સોસાયટી ,નવાગામ આણંદપર તા.રાજકોટ મૂળ રહે.રાજપરા તા.ચોટીલા)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મૂજબ તે હાલ ચુનાના કારખાનામાં માસિક રૂ।. 16,000 ના પગારે નોકરી કરે છે અને અપરિણીત છે. ઈ. 2017માં તે રાજકોટ અભ્યાસ કરતો ત્યારે તેના મિત્રો જીલ પાનસેરીયા, ભાર્ગવ રોકડ, તીરંગ સોજીત્રા વગેરેએ લંડન ભણવા જવાનું નક્કી કરીને એક એજન્ટનો સંપર્ક કરીને આ મિત્રો ઈ.સ. 2022માં લંડન જતા રહ્યા હતા અને ફરિયાદી સંજય ફીના રૂ।. 10 લાખની વ્યવસ્થા કરવામાં હતો.

 આ દરમિયાન ધવલ નામના મિત્રથી તેને જાણવા મળ્યું કે હાર્દીક બદરૂકીયા (રહે.સુરત) નામનો એજન્ટ સસ્તી ફીમાં ઓનલાઈન એડમીશન કરાવવાનું કામ કરે છે જેથી તેનો સંપર્ક સાધતા આરોપી હાર્દીકે ફી થાય છે તેની અર્ધી રૂ।. 4,80,000 ની ફી ભરવી પડશે તેમ કહીને આ રકમ મોકલવા જણાવ્યું હતું. અર્ધી ફીમાં એડમીશન લેવાની લાલચમાં આવીને ફરિયાદીએ આરોપીનના કહેવા મૂજબ વિરાજ માલવિયા નામના શખ્સના બેન્ક એકાઉન્ટમાં 1લાખ મોકલ્યા અને બાદમાં બીજા રૂ।.એક લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આરોપીએ તેના યુ.પી.આઈ. આઈડી પર પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતા બાકીની રકમ સહિત કૂલ રૂ।. 4.80 લાખ ટ્રાન્સફર કરીને આપ્યા હતા. 

આરોપીએ એડમીશન ફાઈનલ થઈ ગયાનું કહીને પીડીએફ ફાઈલ મોકલી હતી અને આ રકમ પાઉન્ડમાં ૯૨૭૦ ભરાયાની પહોંચ મોકલી હતી. પરંતુ, ફરિયાદીને બાદમાં શંકા જતા તેના મિત્રો અગાઉ જે એજન્ટ મારફત લંડન ગયા તેની પાસે વેરીફાઈ કરાવતા આ એજન્ટે કહ્યુ કે જે ફીનું પેમેન્ટ કરાયું હતું તે લંડનની યુનિવર્સિટીએ રિટર્ન મોકલી આપીને ફ્રોડથી મોકલાયાનું કારણ આપ્યું છે. બાદમાં હાર્દીકે આ રકમ પરત નહીં આપતા ઉઘરાણી બાદ ઈ. 2023 માં ફરિયાદીએ સુરતમાં મોટાવરાછા,અબ્રામા રોડ, મંત્રાહોમ્સ ખાતે હાર્દીકના ઘરે તપાસ કરતા ત્યાં હાર્દીક મળેલ ન્હોતો. બાદમાં તે વોટ્સએપ કોલથી રૂપિયા પરત કરવા વાયદા આપીને અંતે છેતરાયાનો અહેસાસ થતા પોલીસમાં આજે ગુનો નોંધાયો છે. 

Tags :