આરટીઓમાં કેશિયર હોવાનું કહી સવા ચાર લાખ પડાવ્યા
વટવામાં ટુ વ્હીલર સેલ્સ કરનારા યુવકને સાથે છેતરપીંડી કરી
આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ,શનિવાર
વટવામાં ટુ વ્હીલરનુ સેલ્સ તથા સર્વિસ કરતા વેપારીને તેમના ત્યાં વાહન સર્વિસ કરવા આવતા શખ્સે પોતે આરટીઓમાં કેશિયર હોવાની વાત કરી હતી અને વિશ્વાસમાં લઇને ૧૩ ડ્રાઇવિંગ લાઇસન્સ તથા જૂના વાહનો આરટીઓમાંથી હરાજીમાં અપાવવા તથા સિવિલ હોસ્પિટલમાં કાર ભાડે મૂકાવવાની વાત કરીને વેપારી સાથે રૃા. સવા ચાર લાખની છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વેપારીએ ૧૩ સગા વ્હાલાના ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા આપ્યા, આરટીઓના જુના વાહન હરાજીમાં અપાવવાની, સિવિલમાં કાર મૂકવાની વાત કરી બનાવટી દસ્તાવેજ આપી ઠગાઇ
મણીનગરમાં એક્સપ્રેસ હાઇવે ઉપર બંગલામાં રહેતા અને વટવામાં ટુ વ્હીલર સેલ્સ તથા સર્વિસનો વ્યવસાય કરતા યુવકે
વટવા પોલીસ સ્ટેશનમાં વટવામાં રહેતા ધિરજભાઇ સામે ફરિયાદ નોંધાવીછે કે આરોપી તેમના ત્યાં વાહનની સર્વિસ કરાવવા માટે આવતા હતા વર્ષ પહેલા પોત આરટીઓમાં કેશિયર હોવાની વાત કરી હતી અને વિશ્વાસમાં લઇને આરટીઓને લગતી કોઇ કામગીરી હોય તો કહે જો કહેતા યુવકે તેમની પત્ની પુત્ર સહિત સગા વ્હાલાના મળી કુલ ૧૩ ડ્રાઇવિંગ લાઇસન્સ તથા જૂના વાહનો આરટીઓમાંથી હરાજીમાં અપાવવા તથા સિવિલ હોસ્પિટલમાં કાર ભાડે મૂકાવવાની વાત કરી હતી અને વેપારી સાથે રૃા. સવા ચાર લાખની છેતરપીંડી કરી હતી.
આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીએ સિવિલ સુપ્રિટેન્ડન્ટનો નકલી લેટર બનાવની જૂના વાહનોની હરાજીની વાત કરી હતી તેમજ બોગસ લાઇસન્સ બનાવ્યા હતા.