Gujarat

રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા

By GS TEAM
14 Sep 20252 mins read
TukuTouch Logo
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આજે તા. 14ના રોજ રાજ્યના 13 જિલ્લાઓમાં યોજાનાર છે. પરીક્ષા સંદર્ભે આજ રોજ તમામ જિલ્લાઓમાં પોલીસ રક્ષણ હેઠળ પોસ્ટલ વિભાગ દ્વારા પ્રશ્ન પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતાં. પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે એક જિલ્લાનાં ઉમેદવારોને અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી હોવાથી એસટી બસમાં પરીક્ષાર્થીઓની સંખ્યા સવિશેષ જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજ્યમાં મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટે આજે 4.25 લાખ ઉમેદવારોની પરીક્ષા

Talati Exam 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસુલી તલાટી વર્ગ-3ની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આજે તા. 14ના રોજ રાજ્યના 13 જિલ્લાઓમાં યોજાનાર છે. પરીક્ષા સંદર્ભે આજ રોજ તમામ જિલ્લાઓમાં પોલીસ રક્ષણ હેઠળ પોસ્ટલ વિભાગ દ્વારા પ્રશ્ન પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતાં. પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે એક જિલ્લાનાં ઉમેદવારોને અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી હોવાથી એસટી બસમાં પરીક્ષાર્થીઓની સંખ્યા સવિશેષ જોવા મળશે.

રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત મહેસુલી તલાટી-વર્ગ-3ની પરીક્ષામાં નોંધાયેલા 4લાખ 25,000 ઉમેદવારોમાંથી પરીક્ષા આપવા ઇચ્છુક 94  ટકા ઉમેદવારોએ આજરોજ તેમના કોલલેટર્સ ડાઉનલોડ કર્યા હતાં. વિકલાંગ 4,000 ઉમેદવાર પરીક્ષાર્થી તરીકે નોંધાયા છે. જેઓને તેમના સ્થાનિક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. તેઓને પરીક્ષાનો વધુ એક કલાક આપવામાં આવશે.

પરીક્ષાની એસઓપી મુજબ જ્યારે પણ પરીક્ષા કેન્દ્રમાં પ્રશ્નપત્ર અને ઓએમઆર સીટના સીલબંધ કવર પહોંચે ત્યારે તેની ફરજિયાત વીડિયોગ્રાફી કરવાની રહેશે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાના 1 કલાક પહેલાં પરીક્ષાનું સાહિત્ય પહોંચાડવાનું રહેશે. પરીક્ષા બપોરના 2 થી 5 દરમિયાન લેવામાં આવશે. 1384 પરીક્ષા કેન્દ્રમાંથી CCTV કેમેરાનું લાઇવ રેકોર્ડીંગ થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરના કન્ટ્રોલ રૃમમાંથી તેનું મોનીટરીંગ થશે. પ્રત્યેક ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં બપોરનાં 12 વાગ્યાથી પ્રવેશ મળી શકશે. પરીક્ષા કેન્દ્રમાં દરેક ઉમેદવારોનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં ગેરરીતિ રોકવા માટે વર્ગ-2નાં અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

આજે રાજ્યના 23  જિલ્લામાં ગાંધીનગરથી પોસ્ટ વિભાગના અધિકારીઓ પાર્સલમાં પ્રશ્ન પેપરો અને ઓએમઆર સીટના પાર્સલ પોલીસ એસ્કોર્ટ સાથે મામલતદારની હાજરીમાં લઇને આવી પહોંચ્યા હતા. આવતીકાલ તા. 14ના પરીક્ષા પુરી થયા બાદ પોસ્ટના અધિકારીઓને જ તમામ ઉતરવહીઓના પાર્સલ ગાંધીનગર પહોંચાડવાના રહેશે.