Vadodara Theft Case : વડોદરાના તરસાલી રિંગ રોડ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં રહેતા અને દરજીપુરા એરફોર્સમાં નોકરી કરતા રાજેશભાઈ ફુલચંદભાઈ કનોજીયા પહેલી તારીખે તેમના પત્ની સાથે પત્નીના પિયર ઈન્દોર એમપી ગયા હતા. ત્રીજી તારીખે સવારે પાડોશીએ ફોન કરીને એરફોર્સ જવાનની પત્નીને જણાવ્યું હતું કે તમારું ઘર ખુલ્લું છે. વિડીયો કોલથી જોતા મકાનનો દરવાજો ખુલ્લો હતો. જેથી એરફોર્સ જવાનની પત્નીએ તેમના સસરા તથા દિકરી અને જમાઈને જાણ કરતા તેઓ ઘરે ચેક કરવા ગયા હતા અને તેમને ઘરમાં ચોરી થયાનું જણાવ્યું હતું. ચોર ટોળકી તેમના ઘરમાંથી સોનાના નવ તોલા ઉપરાંતના વજનના દાગીના તથા ચાંદીના દાગીના અને રોકડા 1.60 લાખ લઈ ગઈ હતી.


