Gujarat

જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી થઈ

By GS TEAM
20 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલી નુકસાનીના સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 418 ગામોમાં સર્વે કરાવાયો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સહાય માટે 39 હજાર ખેડૂતોની નોંધણી થઈ

Jamnagar : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ વળતર મેળવવા માટેની અરજી શરૂ થઈ છે. જેમાં જામનગર જિલ્લામાંથી કુલ 39,015 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

 જામનગર જિલ્લામાં આ વખતની ખરીફ સિઝનમાં કુલ 3 લાખ 47 હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી અને કપાસનું મોટા પાયે વાવેતર થયેલું હતું. પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાની ગઈ હોવાની ગ્રામ્ય વિસ્તારમાં તમામ તાલુકાઓના ખેડુતોમાં ફરિયાદ ઉઠી હતી.

 જામનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગે જામનગર જિલ્લામાં 27.10.2025 થી તા.2.11.2025 દરમિયાન જિલ્લાના 418 ગામોમાં યુધ્ધના ધોરણે સર્વે શરૂ કરાવ્યો હતો.

 જેના અંતર્ગત 332 ટીમોએ નુકશાનીનો સર્વે કર્યો અને રોજકામ પણ કર્યું હતું જે રીપોર્ટ સરકારને સોંપાયા બાદ ગત તા.14મી નવેમ્બરથી નુકશાનીનું વળતર મેળવવા ખેડુતોના રજીસ્ટ્રેશનશ શરૂ થયા હતા, જેમાં ધ્રોળ તાલુકામાં 4259, જામજોધપુરમાં 5494, જોડીયામાં 4007, કાલાવડમાં 20,168 લાલપુરમાં 6875, મળીને કુલ 39015 ખેડુતોનો સમાવેશ થાય છે.