Gujarat

બાવળા શહેરમાં રહેણાંક માકાનમાંથી દારૂની 380 બોટલ ઝડપાઇ

By GS TEAM
21 Jun 20251 min read
બાવળા શહેરમાં રહેણાંક માકાનમાંથી દારૂની 380 બોટલ ઝડપાઇ

- પોલીસે 1.64 લાખનો દારૂ જપ્ત કર્યો

- દારૂના દરોડામાં બુટલેગર નહીં ઝડપાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 

બગોદરા : બાવળા શહેરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા રહેણાંક માકાનમાંથી દારૂની ૩૮૦ બોટલ ઝડપાઇ હતી. દરોડા દરમિયાન આરોપી નહીં ઝડપાતા પોલીસે ૧.૬૪ લાખનો દારૂ ઝડપી આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા શહેરમાં દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે બાવળા શહેરના અંબાજી માતાના ચોક વિસ્તારમાં બાવળા પોલીસે બાતમીના આધારે એક મકાનમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન મકાનમાંથી દારૂની ૩૮૦ બોટલ (કિં.રૂ.૧,૬૪,૫૧૯)મળી આવ્યો હતો. રેડ દરમિયાન બુટલેગર નહીં ઝડપાતા પોલીસે મુદ્દામાલ કબજે કરી બુટલેરો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે  બાવળા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતોમાં, ૩ સરપંચની બેઠક અને ૯ વોર્ડના સભ્યો માટે ચૂંટણી લડાશે ત્યારે પોલીસને મોટી સફળતા મળી છે.