Get The App

ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 37 શખ્સો જુગાર રમતા ઝડપાયા

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 37 શખ્સો જુગાર રમતા ઝડપાયા 1 - image


- રૂા. 90 હજારની રોકડ જપ્ત કરી કાર્યવાહી

- વડતાલ, ચકલાસી, મહુધા, માતર અને મહેમદાવાદમાં ખૂલ્લેઆમ જુગાર રમાતો હતો

નડિયાદ : ખેડા જિલ્લામાં પોલીસે વડતાલ, ચકલાસી, મહુધા, માતર તેમજ મહેમદાવાદમાંથી જુગાર રમતા ૩૭ જુગારીઓને રોકડ રૂ.૮૯,૬૨૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવો અંગે જે તે પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

મહુધા પોલીસે મહુધા કન્યાશાળા સામે ખુલ્લામાં જુગાર રમતા કલ્પેશકુમાર રમેશભાઈ સોઢા પરમાર, રાજેશકુમાર રમેશભાઈ સોઢા, આશીષભાઈ ભરતભાઈ પરમાર, હિરેનકુમાર પ્રફુલભાઈ રાણા, કાળીદાસ પુનમભાઈ ચૌહાણ, વિનોદભાઈ ચંદુભાઈ ઠાકોર, હિતેશભાઈ શનાભાઈ સોઢા, ભરતભાઈ ચંદુભાઈ ઠાકોર, કિશનકુમાર ભુદરભાઈ રાઠોડ તેમજ વિજયભાઈ નટુભાઈ બારીયાને રોકડ રૂ.૧૫,૮૦૦, પાંચ મોબાઈલ કિં. રૂ.૩૧,૦૦૦ મળી કુલ રૂ.૪૬,૮૦૦ સાથે ઝડપી પાડયા હતા. 

ઉપરાંત  શેરી ગામે જુગાર રમતા અજયભાઈ બાબુભાઈ ચુનારા, અલ્પેશભાઈ પ્રતાપભાઈ ચુનારા, કિરણભાઈ નમનભાઈ ચૌહાણ, ધેલસિંહ પ્રભાતભાઈ ચૌહાણને રોકડ રૂ.૭૧૦ સાથે પકડયા હતા. 

મહેમદાવાદ પોલીસે સણસોલી ગામના પરા વિસ્તારમાં જુગાર રમતા અર્જુનભાઈ ગાડાભાઇ રાવળ,મનોજભાઈ ઉર્ફે મનુભાઈ ભેમાભાઈ પરમાર, પ્રહલાદભાઈ શનાભાઈ જાદવ, દશરથભાઈ બળદેવભાઈ રાઠોડ, જૈમિનભાઈ જયતિભાઈ પરમાર, હતાભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ, રમેશભાઈ પુનમભાઇ ઝાલાને રોકડ રૂ.૧૨,૮૪૦ સાથે, માતર પોલીસે મોટી ભાગોળ વિસ્તારમાં વરલી મટકાનો જુગાર લખતા સરીફખાન યાસીનખાન પઠાણ, મોહસીનખાન અહેમદઅલીખાન પઠાણ તેમજ અજરૂઉદ્દીન સમસુઉદ્દીન શેખને રોકડ રૂ.૧૧,૭૭૦ સાથે ઝડપી પાડયા હતા.

એલસીબી ખેડા પોલીસે વડતાલના સાપલીપુરામાં જુગાર રમતા દેવચંદભાઈ ઉર્ફે દેવાભાઈ કેશાભાઈ નાઇ, અર્જુનસિંહ ઉર્ફે કાલુ ફતેસિંહ રાઠોડ, સલીમભાઈ ઉર્ફે કાશે ઉસ્માનભાઈ મુસા, ફિરોજભાઈ ઉમરભાઈ મેમણ, કમલેશભાઇ ઉર્ફે ભોલો ચીમનભાઈ પરમાર, અબ્દુલરજ્જાક ગુલામનબી વહોરા તેમજ ઈનાયતહુસેન ગુલામનબી વ્હોરાને રોકડ રૂ. ૧૩,૨૦૦ સાથે તેમજ ચકલાસી પોલીસે ચકલાસી સ્મશાન પાસે જુગાર રમતા પ્રવિણભાઇ ઉર્ફે સ્વામી આશાભાઈ વાઘેલા, વિનુભાઈ ડાયાભાઈ ભોઈ, રાકેશભાઈ જશુભાઇ રાવળ, પ્રવિણભાઈ રતિભાઇ સોલંકી, અર્જુનસિંગ ભરતસિંગ સરદારજીને રોકડ રૂ.૪,૩૦૦ સાથે ઝડપી પાડયા હતા.

Tags :