Gujarat

સોલડી ટોલ ટેક્ષ નજીકથી કતલખાને લઈ જવાતા 36 પશુઓને બચાવાયા

By GS TEAM
19 Dec 20251 min read
સોલડી ટોલ ટેક્ષ નજીકથી કતલખાને લઈ જવાતા 36 પશુઓને બચાવાયા

પશુઓને પાંજરાપોળ મોકલાયા

કચ્છથી આવતા બોલેરોમાં પશુઓનો ક્રુર્તાપૂર્વક બંધાયા હતા ઃ બોલેરે સાથે બે શખ્સ ઝડપાયા

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા હાઇવે પરથી કતલખાને ધકેલાતા ૩૬ અબોલ પશુઓને જીવદયાપ્રેમીઓએ બચાવ્યા છે. ધ્રાંગધ્રાના જીવદયાપ્રેમીઓએ બોલેરો સાથે બે શખ્સોને પોલીસને સોંપી અબોલ જીવોને પાંજરાપોળ ખાતે મુક્ત કરાવ્યા હતા.

ધ્રાંગધ્રાના અનુપસિંહ ઝાલા, જાલાભાઈ મેવાડા સહિતના જીવદયા પ્રેમીઓને કરછ તરફથી એક બોલેરો કારમાં પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીને આધારે સોલડી ટોલ ટેક્સ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન કચ્છ તરફથી આવતી બોલેરો કારને અટકાવી તેમાં તપાસ કરતા અંદર ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં ૩૬ પશુઓ જોવા મળતા તાત્કાલિક પોલીસને જાણ કરી બોલેરો કારને પોલીસ મથકે સોંપી હતી. જ્યારે બોલેરોમાંથી મળી આવેલા તમામ ૩૬ પશુઓનો જીવ બચાવી પાંજરાપોળ ખાતે મુક્ત કરાવ્યા હતા. જ્યારે બોલેરો કાર સાથે ઝડપી પાડેલ શબ્બીરહુસેન અહેમદ પટેલ સારોઇ તથા ઇમ્તિયાજ ઇસ્માઇલભાઇ શેખ વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.