Get The App

વડોદરાના ગોત્રીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 353 મકાનો ફાળવાયા

Updated: Sep 17th, 2024

GS TEAM

Google News
Google News
વડોદરાના ગોત્રીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 353 મકાનો ફાળવાયા 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરમાં સમાવિષ્ટ વિવિધ સ્લમ વિસ્તારમાં રહેતા ઝૂંપડાવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોત્રી ટી.પી.60 ખાતે વડોદરા દ્વારા રૂ.24.41 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 353 આવાસો તથા 12 દુકાનોનું લોકાર્પણ અમદાવાદ ખાતેથી વડાપ્રધાનના હસ્તે થયેલ હતું.

વડોદરા ખાતે આ આવાસોના લાભાર્થીઓના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ગરીબોને મકાનો મળે તે હેતુ થી સ્થળ ઉપરના ઝૂંપડાવાસીઓને તેઓના મૂળ સ્થળે નવીન આવાસોનું પુન:વસન ન મળે ત્યાં સુધી ટ્રાન્ઝિટ આવાસની સુવિઘા સાથે વડોદરાના ગોત્રી વિસ્તારના ગાયત્રીપુરા, ચંદ્રનગર, કંચનલાલનો ભઠો અને પાર્વતીનગર વસાહતના અંદાજે 300 જેટલા ઝૂંપડાઓ વર્ષ 2017માં તોડવામાં આવેલ હતાં. આ પ્રોજેકટને એર્ફોડેબલ હાઉસીંગ ઇન પાર્ટનરશીપ ઘટકમાં બનાવવામાં આવેલ છે. આ પ્રોજેકટમાં અંદાજીત 300 ઝૂપડાવાસીઓ પૈકી 253 ઈ.ડબ્લ્યુ.એસ-1 પ્રકારના આવાસો વિનામુલ્યે ફાળવવામાં આવેલ છે. બાકી રહેલ  50 ઝૂંપડાવાસીઓ પૈકી 37ને ઇ.ડબલ્યુ.એસ-2 પ્રકા૨ના આવાસો રૂ.2.5 લાખમાં તેમજ બીજા અંદાજે 18 ઝૂંપડાવાસીઓને ગોત્રી ખાતે અન્ય પ્રોજેકટમાં વિનામુલ્યે ફાળવવામાં આવેલ છે. આ સ્કીમમાં આવાસદીઠ રૂ.1.5 લાખ કેન્દ્ર સરકાર ધ્વારા અને રૂ.1.5 લાખ રાજય સરકાર દવારા ગ્રાન્ટ ફાળવી છે. મકાનના લાભાર્થીઓને કબ્જા પાવતી આપવામાં આવી છે. આ મકાનો ભુકંપ પ્રતિરોધક આ૨.સી.સી. ફેમ સ્ટ્રકચરમાં તૈયાર થયેલ છે. જેમાં રૂફટોપ સોલાર પેનલ અને ફાયર ફાઈટીંગ સીસ્ટમની સુવિઘાઓ પણ રાખવામાં આવી છે.

Tags :