Gujarat

350 ઝૂંપડાંઓનું આજે રેલ્વે તંત્ર દ્વારા ડિમોલિશન કરાશે

By GS TEAM
8 Mar 20261 min read
350 ઝૂંપડાંઓનું આજે રેલ્વે તંત્ર દ્વારા ડિમોલિશન કરાશે

સીડીએસ બીપીન રાવત અન્ડરબ્રિજ ઉપરના 

રેલ્વે પોલીસ, આરપીએફ, માલવિયાનગર પોલીસ અને ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ હાજર રહેશે, પાંચેક એકર જમીન ખુલ્લી થશે

રાજકોટ: જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ આવતીકાલે ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે સીડીએસ બીપીન રાવત અન્ડરબ્રિજ ઉપરના ૩પ૦ ઝૂંપડાંઓનું ડિમોલિશન કરાશે તેમ રેલ્વે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી રેલ્વેની આ જગ્યા પર ડિમોલિશન માટેની પ્રક્રિયા થઈ રહી છે. જે સંદર્ભે નોટીસો પણ આપવામાં આવી હતી. છેલ્લી નોટીસ ગઈ તા.૧૧મી ફેબુ્રઆરીએ આપવામાં આવી હતી. તે પહેલાં પણ નોટીસો આપવામાં આવી હતી. 

આખરે આવતીકાલે ડિમોલિશન કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. ડિમોલિશન વખતે રેલ્વે પોલીસ સાથે આરપીએફ, માલવિયાનગર પોલીસ અને ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પણ હાજર રહેશે. 

આ ઝૂંપડપટ્ટીના ડિમોલિશનથી રેલ્વે તંત્રની અંદાજે પાંચેક એકર જમીન ખુલ્લી થશે. જેની ઉપર છેલ્લા ઘણાં સમયથી દબાણ હતું. ભક્તિનગર રેલ્વે સ્ટેશનને આધૂનિક બનાવવાનો પ્રોજેકટ છે. જેના ભાગરૂપે આ ડિમોલિશન કરવામાં આવશે. તે પહેલાં ભક્તિનગર રેલ્વે સ્ટેશન નજીક જ ર૦થી વધુ ઝુંપડાઓનું ડિમોલિશન થઈ ચૂકયું છે.