Get The App

જામનગરમાં રણજીત સાગર રોડ પર સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલાનો ગળાફાંસા દ્વારા આપઘાત : ગ્રહ કંકાસ કારણભૂત?

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં રણજીત સાગર રોડ પર સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલાનો ગળાફાંસા દ્વારા આપઘાત : ગ્રહ કંકાસ કારણભૂત? 1 - image

Jamnagar Suicide Case : જામનગરમાં રણજીત સાગર રોડ પર એક સોસાયટીમાં રહેતી લીલાબેન હાર્દિકભાઈ નામની 35 વર્ષની પરિણીતાએ ગઈકાલે રાત્રે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

 આ બનાવની સૌપ્રથમ 108ની ટીમને જાણ કરાતાં 108ની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને તપાસ કરતાં લીલાબેનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ મૃતદેહનો કબજો સિટી એ. ડિવિઝન પોલીસને સોંપી દેવાયો હતો.

 પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવમાં લીલાબેનને ગૃહ કંકાશ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે, અને પોલીસ દ્વારા લીલાબેનના માતા પિતાનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.