સોમવારથી જિલ્લાની શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન પડશે
- દ્વિતિય શૈક્ષણિક સત્રનો આજે અંતિમ દિવસ
- આગામી 9 જૂનથી નવા શૈક્ષણિક પ્રથમ સત્રનો પ્રારંભ થશે : વિદ્યાર્થી ગેલમાં
મળતી વિગતો મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના તમામ ધોરણની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઇ છે ત્યારે વાર્ષિક કેલેન્ડરમાં જાહેર કરાયા મુજબ આગામી તા.૫ મેથી સરકારી અને ખાનગી પ્રાથમિકથી લઈ ઉચ્ચ.માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થશે જે ૩૫ દિવસનું રહેશે. જો કે, આ 5 તારીખે સોમવાર હોય તા.૪ને રવિવારની રજાનો લાભ પણ વિદ્યાર્થીઓને મળશે. આમ ઉનાળુ વેકેશન પડતા જ રસ્તાઓ પર સ્કૂલ વાહનોની અવર-જવર બંધ થશે અને શાળા સંકુલો સુમસામ બનશે. તો કેટલીક સ્કૂલો દ્વારા આ વેકેશન દરમિયાન સમર કેમ્પોનું પણ આયોજન કરાયું છે તો મોટો વર્ગ નજીકના સબંધીઓ, કુટુંબીજનોને ત્યાં પણ વેકેશન ગાળવા જવાના આયોજનો કરી રહ્યા છે. ૩૫ દિવસના વેકેશન બાદ આગામી તા.૯ જૂનથી વર્ષ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનો પ્રારંભ થશે.