Get The App

અમદાવાદમાં વાહનચાલકો બેફામ, બે વર્ષમાં હિટ એન્ડ રનની 739 ઘટનામાં 345ના મોત

Updated: Feb 24th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં વાહનચાલકો બેફામ, બે વર્ષમાં હિટ એન્ડ રનની 739 ઘટનામાં 345ના મોત 1 - image

Hit And Run In Ahmedabad: હેલ્મેટ-લાયસન્સ સહિતની વિવિધ ડ્રાઈવ ભલે યોજવામાં આવે પણ બેફામ ઝડપે હંકારતા વાહનચાલકો પર અંકૂશ મેળવવામાં ટ્રાફિક પોલીસ વિભાગ નિષ્ફળ રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં જ હિટ એન્ડ રનથી 345 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યું છે.  

હિટ એન્ડ રનની ઘટનામાં 408 વ્યક્તિ હજુ પણ પોલીસ પકડથી દૂર

પહોલી જાન્યુઆરી 2023થી 31મી ડિસેમ્બર 2024 દરમિયાન અમદાવાદ શહેરમાં 344, અમદાવાદ ગ્રામ્યમાં 395 હિટ એન્ડ રનના બનાવ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરથી 117, અમદાવાદ ગ્રામ્યથી 228 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં હિટ એન્ડ રનથી 345 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હૃદય-શ્વાસની તકલીફ ધરાવતા દર્દી વધ્યા, દરરોજ નવા 658 કેસ નોંધાતા ચિંતા વધી

હિટ એન્ડ રન મામલે અમદાવાદ શહેરમાંથી 88, ગ્રામ્યમાંથી 243 એમ કુલ 331 ધરપકડ કરાઈ છે. જેમાંથી અમદાવાદ શહેરમાંથી 344, ગ્રામ્યમાંથી 395 સામે પોલીસ કેસ કરાયા છે. બે વર્ષના આ સમયગાળામાં અમદાવાદ શહેરમાંથી 256, ગ્રામ્યમાંથી 152 એમ કુલ 408 વ્યક્તિ હજુ સુધી પોલીસ દ્વારા ઝડપાયા નથી.

અમદાવાદમાં વાહનચાલકો બેફામ, બે વર્ષમાં હિટ એન્ડ રનની 739 ઘટનામાં 345ના મોત 2 - image