જૂની કામરોળ ગામની વાડીમાંથી વિદેશી દારૂની 344 બોટલ પકડાઈ
- ઓરડીમાં દારૂ છુપાવી શખ્સ વેપલો કરતો હતો
- તળાજા પોલીસે વિદેશી દારૂ રૂા. 1.64 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : તળાજાના જૂની કામરોળ ગામની વાડીમાંથી તળાજા પોલીસે વિદેશી દારૂની ૩૪૪ બોટલ રૂ.૧.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે દારૂનો વેપલો ચલાવતો શખ્સ ફરાર થઈ ગયો હતો.
તળાજા પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, જૂની કામરોળ ગામ તળીયાવાળા મેલડી માતાના મંદિર તરફ જતી કેડીવાળી સીમ તરીકે ઓળખાતી હાદકસિંહ બબભા સરવૈયા ( રહે.જૂની કામરોળ તા.તળાજા ) ની વાડીમાં વિદેશી દારૂ છુપાવી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે તળાજા પોલીસે દરોડો પાડી તલાશી લેતા દરવાજા વગરની ઓરડીમાં તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલ ૩૪૪ મળી આવતા પોલીસે વિદેશી દારૂ રૂ.૧,૬૪,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ હાદકસિંહ બબભા સરવૈયા વિરૂધ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી શખ્સને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.