Gujarat

પારસનગર સોસાયટીમાં બુટલેગરના ઘરમાંથી બિયરના ૩૩ ટીન ઝડપાયાં

By GS TEAM
17 Jul 20251 min read
પારસનગર સોસાયટીમાં બુટલેગરના ઘરમાંથી બિયરના ૩૩ ટીન ઝડપાયાં

લીંબડી બસ સ્ટેશન રોડ પર આવેલી

પોલીસના દરોડામાં બુટલેગર રાબેતા મુજબ પોરા ભણી ગયો ઃ ૩૯૬૦નો મુદામાલ જપ્ત

લીંબડીલીંબડી બસ્ટેશન રોડ પર આવેલા પારસનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ૩૩ નંગ બિયરના ટીન ઝડપાયા હતાં. પોલીસે રૃ.૩૯૬૦નો મુદામાલ કબજે કરી એક શખ્સ વિરૃદ્ધ ગુનો નોંધ્યો હતો.

લીંબડી બસ્ટેશન રોડ પર આવેલા પારસનગર સોસાયટીમાં રહેતા પ્રતીક ઉર્ફે ભોલો મહેશભાઈ ઝાપડીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે લીંબડી પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડીને બિયરના ૩૩ ટીન કિં.રૃ.૩૯૬૦નો મુદામાલ કબજે કર્યોે હતો. રેડ દરમિયાન પ્રતીક ઉર્ફે ભોલો ઝાપડીયા રાબેતા મુજબ હાજર નહીં મળી આવતાં પોલીસે તેનાં વિરૃદ્ધ તથા તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૃદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. પારસનગર સોસાયટી, તેની બાજુમાં આવેલી સિધ્ધનાથ સહિત મફતિયાપરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દેશી તથા વિદેશી દારૃનો વેપલો ચાલી રહ્યો છે. ત્યારે પોલીસના હાથમાં માત્ર ૩૩ નંગ બિયરના ટીન જ આવતા તંત્ર બુટલેગર પાસેથી હપ્તા વસુલીને તેમને છાવરી લેતાં હોય તેવું લાગી રહ્યું છે.