જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા
Jamnagar Gambling Raid : જામનગર શહેર-જિલ્લામાં પોલીસે જુદા જુદા આઠ સ્થળોએ જુગારના દરોડા પાડીને 6 મહિલાઓ સહિત 33 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ સહિતની માલમતા કબ્જે કરી છે.
ધ્રોલના ખારવા ગામે વાણંદ શેરીમાં જૂના અવેળા સામે જાહેરમાં જુગટું રમી રહેલાં બુધાભાઇ કરશનભાઇ મુંધવા, વિજયભાઇ ડાયાભાઇ મુળીયા, વેજાભાઇ લાખાભાઇ મુંધવા, ધીરાભાઇ બાબુભાઇ મુંધવા, સાવનભાઇ મનસુખભાઇ મુળીયા, અજયભાઇ કરશનભાઇ મુંધવા નામના છ શખ્સોને રૂ.11350 ની રોકડ સાથે પકડી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાલાવડના ખાનકોટડા ગામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલાં અનિલભાઇ બાબુભાઇ સોલંકી, કરશનભાઇ રત્નાભાઇ બાંભવા, ધર્મેશભાઇ ધિરૂભાઇ મકવાણા નામના ત્રણ શખ્સોને 5720 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે કાલાવડના ખરેડી ગામે દેવીપૂજકવાસમાં જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલાં પ્રવિણભાઇ મનુભાઇ મકવાણા, રેખાબેન રાજુભાઇ મકવાણા, મનિષાબેન હિતેષભાઇ મકવાણા, રંજનબેન ગોવિંદભાઇ મકવાણા, રીટાબેન વિપુલભાઇ મકવાણા સહિત પાંચ જુગારીઓની 10350 ની રોકડ સાથે અટકાયત કરી હતી. તેમજ કાલાવડમાં મ્યુનિસીપલ હાઇસ્કૂલ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલાં ઉમેશભાઇ ધીરૂભાઇ સોલંકી, સુનીલભાઇ ધીરૂભાઇ સોલંકી, નરેશભાઇ બાબુભાઇ ગોદડીયા નામના ત્રણ શકુનીને 2900 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
આ ઉપરાંત જામનગરમાં મયુરનગર વામ્બે આવાસ રોડ પર સિધ્ધાર્થનગર શેરી નં.4ના ખૂણે જાહેરમાં પાના ફેંકી જુગાર રમી રહેલાં ઇદ્રીસ બસીરભાઇ ડોસાણી, જીતુભાઇ વસરામભાઇ ચંદ્રપાલ, મનસુખભાઇ અમરાભાઇ નામના ત્રણ શખ્સોને રૂ.10200 ની રોકડ સાથે ઉઠાવી લીધા હતાં. તેમજ
સાધના કોલોનીમાં જુગારી રમી રહેલાં વિજયભાઇ કેશવજીભાઇ સખીયા, જેઠાનંદ ખાનચંદ લાલવાણી, અશોકસિહ ચંદુભા ચુડાસમા (ઉ.વ.30, રહે.સાધના કોલોની, રણધીરસિંગ ભરતસિંગ વત્સગોત્રી, નીતાબેન નવીનચન્દ્ર જોષી, વનીતાબેન જીતુભા જાડેજા સહિત છ શખ્સોને રૂ.4010 ની રોકડ સાથે પકડી પાડ્યાં હતાં.
જ્યારે રણજીતસાગર રોડ પર કુબેર પાર્ક મેઇન રોડ પર જાહેરમાં પાના ટીંચી રહેલાં યાજ્ઞીકભાઇ દીનેશભાઇ ભંડેરી, આશીષભાઇ જંયતીભાઇ મુંગરા, જયેશભાઇ વલ્લભભાઇ કણજારીયા, ઉદયભાઇ નારણભાઇ ખત્રી નામના ચાર પત્તાપ્રેમીઓની રૂ.10200 ની રોકડ સાથે અટકાયત કરી હતી.
સિક્કા નજીક શાપર ગામે શંકરટેકરી વિસ્તારમાં જુગાર રમી રહેલાં અલ્તાફ બોદુભાઇ સમા, શાહબાજ હમીદભાઇ ખલીફા, ધર્મેન્દ્રસિંહ બળુભા વાઘેલા નામના ત્રણ ઇસમોને રૂ.12240 ની રોકડ સાથે પકડી પાડ્યાં હતાં.