Get The App

વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં પ્રથમદિવસે ૩૨૫ મેચો રમાઈ

અંડ૨-૧૭માં દિવ્યાંશી ભૌમિક,સિન્ડ્રેલા દાસની શાનદાર શરૂઆત, વડોદરાના વેદ પંચાલે નોકઆઉટ માટે ક્વોલિફાય કર્યું

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધામાં પ્રથમદિવસે ૩૨૫ મેચો રમાઈ 1 - image

ટી.ટી.એ.બી.(ટેબલ ટેનિસ એસોસિએશનઓફ બરોડા) દ્વારાવર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અનેવર્ણ ફીડર સિરીઝનું આયોજન તા.૨થી ૧૧જાન્યુઆરી દરમિયાનસમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધાની આજથી શરુઆત થતા પ્રથમદિવસે ૧૨ટેબલ ૫૨૩૨૫ મેચો રમાઈ હતી.

ડિફેન્ડિંગ ચેમ્પિયન દિવ્યાંશી ભૌમિક અનેસિન્ડ્રેલા દાસ, જાપાનની મિકુમાત્સુશિમા અને ઉભરતી સ્ટાર તનિષ્કા કાલભૈરવે ગ્રુપ સ્ટેજમાં ઉત્તમ પ્રદર્શન કરી અંડ ૨-૧૭ગર્લ્સ સિંગલ્સમાં આસાન જીત સાથે શાનદાર શરૂઆત કરી હતી.

અંડર-૧૭ભોયાની કેટેગરીમાં ટોચના ક્રમાંક્તિ ઋત્વિક ગુપ્તાએ ગ્રુપ-૧ની પોતાની બંને મેચ જીતીને દમદાર પ્રદર્શન કર્યું હતું. વડોદરાના ખેલાડી વેદ પંચાલે ગ્રુપ-૨૧માં ત્રોવ મેચ જીતીને નોકઆઉટ સ્ટેજમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત ગ્રુપ-૨,૩ના આદિત્યદાસ અને સાહિલ રાવતે પણ બે જીત સાથે ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું.

અંડ૨-૧૩ ગલ્સ કેટેગરીમાં શૌયં ગોયલનેજીત મેળવવા માટે ભારે મહેનત કરવી પડી હતી. જ્યારે ગર્લ્સ અંડર-૧૩માં ટોચના ક્રમાંકિત ખેલાડી દિવિજા પોલે ગ્રુપ-૧માં સરળ જીત નોંધાવી હતી.

ડબલ્યુ.ટી.ટી. (વર્લ્ડ ટેબલ ટેનિસ ) યુવા સ્પર્ધકની આબીજી આવૃત્તિ આજથી શરૂથઈ છે, જેમાં અંડર-૧૧થી ૧૯ સુધીના વયજૂથના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રથમદિવસે અંડર-૧૩ અને ૧૭ બોય્ઝતથા ગર્લ્સ નીસ્પર્ધાઓ યોજા ઈહતી. જેમાંદેશ-વિદેશના પ્રતિભાશાળી ખેલાડીઓએ પોતાની કુશળતા અને ટેકનિકથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા.