Get The App

VIDEO: રંગબેરંગી લાઇટિંગ દ્વારા નર્મદાના વધામણાં, ડેમના 23 દરવાજા ખોલાયા

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: રંગબેરંગી લાઇટિંગ દ્વારા નર્મદાના વધામણાં, ડેમના 23 દરવાજા ખોલાયા 1 - image


Narmada Dam : ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પાણી આવક વધી રહી છે, ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધી છે. ડેમનું પાણી નદીમાં છોડવામાં આવશે. તેવામાં નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. 

નર્મદા ડેમના 23 દરવાજા ખોલવાયા

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. જેમાં નર્મદાના વધામણાં કરવા રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ

મળતી માહિતી મુજબ, ઉપરવાસમાંથી 5,90,995 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે, ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.91 મીટરને પાર પહોંચી છે, જેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જેમાં 4,46,379 ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને નર્મદા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે.


Tags :