Gujarat

એક મહિનામાં સુરત સિવિલમાં ડેન્ગ્યુના 312 કેસ : બાળકી અને યુવાનનું મોત

By GS TEAM
8 Nov 20252 mins read
એક મહિનામાં સુરત સિવિલમાં ડેન્ગ્યુના 312 કેસ : બાળકી અને યુવાનનું મોત

- સચિન જીઆઈડીસીમાં તાવ આવ્યા બાદ 4 વર્ષીય બાળકી અને વેસુમાં ટાઈફોઈડની અસર થયા બાદ યુવાનનું મોત

- ટાઇફોઇડના, 27, તાવમાં 235, મેલેરીયામાં 61, ગેસ્ટ્રોમાં 51, ચિકુન ગુનિયામાં 1 દર્દી નોંધાયા

 સુરત,:

સુરત શહેરમાં દિવાળી બાદ પણ પાણી અને મચ્છરજન્ય રોગોના કેસો યથાવત રહેવા પામ્યો છે. તેવા સમયે સચિન જી. આઈ. ડી. સીમાં તાવ આવ્યા બાદ ૪ વર્ષીય બાળકી અને વેસુમાં વી આઈ પી રોડ ખાતે ટાઈફૉઈડ અસર થયા બાદ યુવાનની તબિયત  મોત નિપજ્યું  હતું.

પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલમાં સચિન જી.આઈ. ડી.  સીમાં બરફ ફેકટરી પાસે હરીભાઇની ચાલમાં રહેતા પંકજકુમારની ૪ વર્ષીય પુત્રી અંજલીને પાંચ દિવસથી તાવ આવતો હોવાથી પરિવારજનો ઘર પાસેથી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા. બાદમાં ગત રાતે તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ પછી નવી સિવિલમાં ખસેડાઇ હતી. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને  ભેટી હતી. જયારે તેના પરિવારના સભ્યોએ  કહ્યુ કે, નવી સિવિલમાં સારવાર માટે લાવ્યા હતા. ત્યારે બાળકી બોલતી હતી. બાદમાં તે મોતને ભેટી હોવાની આક્ષેપ કર્યા હતા. તેના પિતા મીલમાં નોકરી કરી છે.

બીજા બનાવમાં વેસુમાં વી.આઇ.પી રોડ પર નંદની ખાતે રહેતી ૪૩ વર્ષીય નિમિષાબેન નિતેષકુમાર રાણાને તાવ સહિતની તકલીફ હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તે ટાઇફૉડની અસર થતા વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં  સારવાર દરમિયાન ગત રાતે તેમનું મોત નીંપજયું હતું. નિમિષાબેનને સંતાનમાં એક પુત્ર છે. તેમના પતિ જરીના ધંધા સાથે સંકળાયેલા છે.

શહેરમાં ચોમાની માસમાં ફેલાતો મચ્છર અને પાણીજન્ય રોગચાળો દિવાળી દરિમિયાન પણ ઝાડા- ઉલ્ટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં ઘણા વ્યક્તિઓ ઝપેટમાં આવી રહ્યા છે. જેથી આ બીમારીથી પીડાતા દર્દીઓ સારવાર માટે નવી સિવિલ,  સ્મીમેર હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં જવા માટે ઘસારો વધી ગયો છે. તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલમાં ઓકટોબર માસમાં ડેન્ગ્યુંમાં ૩૧૨,ટાઇફૉડમાં ૨૭, તાવમાં ૨૩૫, મેલેરીયામાં ૬૧, ગ્રેસ્ટોમાં ૫૧, ચિકુન ગુનિયામાં ૧ દર્દી ઓ સારવાર અર્થે આવ્યા હોવાનું સુત્રો કહ્યુ હતું.