Get The App

જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં : 7 દરોડામાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 31 ની અટકાયત

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુરબહારમાં : 7 દરોડામાં જુગાર રમતા પાંચ મહિલા સહિત 31 ની અટકાયત 1 - image


Jamnagar Gambling Raid : જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરબ બહારમાં ખીલી ઉઠી છે. ત્યારે ગઈકાલે પોલીસે સાત જગ્યાએ દરોડા પાડી જુગાર રમતી પાંચ મહિલા સહિત 31 જુગારીની અટકાયત કરી રૂપિયા 45 હજારની રોકડ રકમ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પ્રથમ દરોડો જામનગરમાં મોહનનગર આવાસ ખાતે પહેલા માળે લોબીમાં જાહેરમાં ગંજીપાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતી વસંતબેન જીતેન્દ્રભાઈ ખત્રી તથા ચાંદનીબેન દીપકભાઈ ચૌહાણ નામની બે મહિલા અને અમિત કાળુભાઈ મારુ તથા દિવ્યેશ કાળુભાઈ મારુ તથા નિમેશ રમેશભાઈ કુબેર નામના બે પુરુષ સહિત પાંચ શખ્સને પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રૂપિયા 5150 ની રોકડ રકમ કબ્જે કરી હતી.

બીજો દરોડો જામનગરના લાખાબાવળમાં આવેલ કર્મચારી નગર સોસાયટી ખાતે જાહેરમાં ગંજીપાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતી વૈશાલીબેન પ્રજ્ઞેશભાઈ તરાવિયા તથા કમુબેન રમેશભાઈ  ગોરડીયા તથા વર્ષાબેન ધર્મેશભાઈ મકવાણા નામની ત્રણ મહિલા તથા આકાશ ગુણવંતરાય શાહ તથા બસીર અબ્બાસ ભગાડ નામના બે પુરુષ સહિત પાંચ શખ્સને પોલીસે દરોડા દરમિયાન ઝડપી લઇ સ્થળ પરથી રૂપિયા 6170 ની રોકડ રકમ કબ્જે કરી હતી. 

ત્રીજો દરોડો જામનગરમાં સુભાષપરા શેરી નં. 1 ખાતે જાહેરમાં ગંજીપાના પાના વડે વડે તીનપતી નામનો જુગાર રમતા વિપુલ કનુભાઈ તથા દિલીપ ગોવિંદભાઈ ભીલ તથા વિજય ઝવેરભાઈ સોલંકી તથા અનિલ ખીમજીભાઈ મકવાણા તથા અનિલ હસમુખભાઈ મકવાણા તથા જગદીશ ચમનભાઈ ભીલ નામના શખ્સને ઝડપી લઇ સ્થળ પરથી રૂપિયા 10300 ની રોકડ રકમ કબ્જે કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી 

ચોથો દરોડો દરેડમાં જીઆઇડીસી વિસ્તારમાં ગૌશાળા સામે જાહેરમાં ગંજીપાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા રાજવીર જ્ઞાનસિંહ જાટવ તથા મોનું બલરામ જાટવ તથા અરવિંદ મોહનસિંહ જાટવ તથા નંદકિશોર બળવંતસિંહ જાટવ તથા વિકાસ ભૂરેલલાલ જાટવ નામના છ શખ્સને દરોડા દરમિયાન પોલીસે ઝડપી લઇશ સ્થળ પરથી રૂપિયા 10200 ની રોકડ રકમ કબ્જે કરી હતી. 

પાંચમો દરોડૉ જામનગરમાં કૈલાશનગર ખાતે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા નેમીશ નરેન્દ્ર ભાઈ મોડ તથા આરીફ યુસુફભાઈ ગરાણા અને ધર્મેશ મુકુંદભાઈ રાયઠઠા નામના ત્રણ શખ્સને દરોડા દરમિયાન પોલીસે ઝડપી લઇ સ્થળ પરથી રૂપિયા 10300 ની રોકડ રકમ કબ્જે કરી હતી.

છઠ્ઠો દરોડો જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે વડલાવાળી સિમ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા માલદે પબાભાઈ બેરા તથા કાના રામા કરમુર તથા અમરસી દેવજી પ્રજાપતિ તથા મારખી દુદાભાઈ ડેરા તથા રાજસી કરસનભાઈ બેરા નામના પાંચ શખ્સને પોલીસે દરોડા દરમિયાન ઝડપી લઇ સ્થળ પરથી રૂપિયા 5950 ની રોકડ રકમ કબ્જે કરી હતી. 

સાતમો દરોડો જામનગરમાં કૌશલ નગરના ગ્રાઉન્ડમાં જાહેરમાં એકી બેકી નામનો જુગાર રમતા ફકરુદ્દીન અસગર અલી કપાસી તથા જતીન રાજેશભાઈ મહેતા નામના શખ્સને પોલીસે ઝડપી લઇ સ્થળ પરથી રૂપિયા 4050ની રોકડ રકમ કબ્જે કરી હતી.

Tags :