Get The App

સુરેન્દ્રનગર મનપાના 300 સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર મનપાના 300 સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા 1 - image

- સફાઇના ટાંચા સાધનો અને કામના કલાકો વધારતા

- ઘરના સાવરણા લાવી સફાઇ કરતા હોવાનો સફાઇ કર્મીઓનો આક્ષેપ : કામના કલાકો ઘટાડી સફાઇના સાધનો પુરા પાડવા માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ૩૦૦થી વધુ સફાઈ કર્મચારીઓએ આજે કામના સમયમાં કરવામાં આવેલા ફેરફારના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. અત્યાર સુધી માત્ર ૪ કલાક ફરજ બજાવતા કર્મચારીઓ માટે તંત્રએ સવાર-સાંજ મળી કુલ ૮ કલાકની ફરજિયાત નોકરીનો આદેશ કરતા મામલો ગરમાયો છે. 

આ નિર્ણયના વિરોધમાં કર્મચારીઓ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં જ ઉપવાસ પર ઉતરી ગયા છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો અને શેરી-મહોલ્લામાં સફાઈ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે, એક તરફ કામના કલાકો વધારવામાં આવ્યા છે, તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા સાવરણા, કચરા ટોપલી કે સેફ્ટીના પૂરતા સાધનો પણ આપવામાં આવતા નથી. સફાઈ કર્મચારી રીનાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, 'અમે ઘરના સાધનો લાવીને શહેરને સ્વચ્છ રાખીએ છીએ, છતાં અધિકારીઓ અમારી સાથે મનસ્વી વર્તન કરે છે.' કર્મચારીઓની માંગ છે કે સાંજનો સમય ઘટાડીને ૩ કલાક કરવામાં આવે અને પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

બીજી તરફ, આ મામલે ડેપ્યુટી કમિશનર કલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવી છે. કોન્ટ્રાક્ટ એજન્સીને તાત્કાલિક તમામ જરૂરી સાધનો પૂરા પાડવા સૂચના આપી દેવામાં આવી છે. વધુમાં, કામના સમયમાં ફેરફાર કરવા અંગે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય લેવાની વિચારણા ચાલી રહી છે. જોકે, જ્યાં સુધી નક્કર ઉકેલ નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓએ કામ પર ન જવાની જીદ પકડી રાખી છે.