Gujarat
સગીરાને પ્રેગનન્ટ બનાવનાર સમા વિસ્તારનાો 30 વર્ષનો ડ્રાઇવર પકડાયો
By GS TEAM
5 Dec 20251 min read

વડોદરાઃ સમા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષના ડ્રાઇવરે સગીરાને ગર્ભવતી બનાવી હોવાના બનાવમાં પોલીસે આરોપીને ઝડપી પાડયો છે.
સમા ચાણક્યપુરી નજીક ધનુષ સોસાયટીમાં રહેતા જીન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા(મૂળ ઇંગ્લાવાડી,રામપુરા સીમ,આણંદ) નામના ડ્રાઇવરે ૧૫ વર્ષની સગીરાને ફોસલાવીને તેની સાથે વારંવાર શારીરિક સબંધો બાંધતા તેને છ મહિનાનો ગર્ભ રહ્યો હતો.
આ બનાવની જાણ તેના પરિવારજનો થતાં જીતેન્દ્રસિંહ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.એસટીએસટી સેલના એસીપીની દોરવણી હેઠળ સમા પોલીસે આરોપીને ઝડપી પાડી તેનો મોબાઇલ કબજે લીધો છે.પોલીસ દ્વારા આરોપીનો મોબાઇલ પણ કબજે લેવામાં આવ્યો છે.જ્યારે મેડિકલ ટેસ્ટ સહિતના પુરાવા માટે રિમાન્ડની તજવીજ કરવામાં આવનાર છે.








