જિલ્લા
રોજગાર કચેરીના નેમ હેઠળ
તાલીમ
મેળવવા ઉમેદવારો પાસેથી ૧પ દિવસમાં અરજીઓ મંગાવાઈ
ભાવનગર
- દેશની રક્ષાકાજે અગ્નિવીર ભરતી અમલમાં
મુકાઈ છે. ત્યારે આગામી ભરતીમાં ભાવનગરના યુવાનોની પસંદગી વધુ થાય તે હેતુ સાથે
જિલ્લા રોજગાર કચેરી દ્વારા ૩૦ દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરાયું
છે.
ભાવનગર
જિલ્લાના યુવાનો અગ્નિવીર ભરતીમાં શ્રે પ્રદર્શન કરી શકે અને સંરક્ષણ ક્ષેત્રમાં
કારકિર્દી ઘડી શકે તે માટે ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નિઃશુલ્ક ૩૦
દિવસીય નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
અગ્નિવીર
ભરતી જાહેરાત-૨૦૨૬ અંતર્ગત અરજી કરેલ અને નિયત લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવારો આ
તાલીમ માટે અરજી કરી શકશે.
હાલમાં
લેવાયેલી અગ્નિવીર કોમ્પ્યુટર પરીક્ષા (ભઈઈ)માં સફળ થયેલા ઉમેદવારોને તાલીમમાં
અગ્રિમ પ્રાધાન્ય આપવામાં આવશે. તાલીમ દરમિયાન ભરતી પ્રક્રિયા માટે જરૃરી માર્ગદર્શન
અને તૈયારી કરાવવામાં આવશે. તાલીમવર્ગમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ અગ્નિવીર ભરતી
અરજીપત્રકની નકલ, બેંક પાસબુકની નકલ તથા બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જિલ્લા રોજગાર વિનિમય
કચેરી, એફ-૫/૬, એનેક્સી બિલ્ડિંગ,
બહુમાળી ભવન, ભાવનગર ખાતે ૧પ દિવસમાં રૃબરૃમાં
અરજી કરવાની રહેશે.


