Get The App

સિમેન્ટનો બ્લોક ઉપરથી નીચે પડતા ૩ વર્ષની બાળકીનું મોત

સ્થાનિક રહીશોમાં પણ બનાવના પગલે ભય ફેલાયો

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
સિમેન્ટનો બ્લોક ઉપરથી નીચે પડતા ૩ વર્ષની બાળકીનું મોત 1 - image

વડોદરા,બરાનપુરા વિસ્તારમાં નવા બંધાતા એપાર્ટમેન્ટના  પાંચમા માળે વાંદરાઓ કૂદતા સિમેન્ટનો બ્લોક નીચે રમતી ૩ વર્ષની બાળકી  પર પડતા તેનું મોત થયું છે. 

વાડી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, બરાનપુરા વિસ્તારમાં નવા બંધાતા એપાર્ટમેન્ટમાં કામ કરવા માટે આજે શ્રમજીવીઓ આવ્યા હતા. તેઓ કામ કરતા  હતા. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના મોટા ઉભારવાન ગામે રહેતા ગોવિંદભાઇ રાઠવાની ૩ વર્ષની પુત્રી નીચે રમતી હતી. વિસ્તારમાં અગાશીઓ પર કૂદકા મારતા વાંદરાની ટોળીના કારણે એપાર્ટમેન્ટના પાંચમા માળેથી સિમેન્ટનો બ્લોક નીચે  પડતા ૩  વર્ષની બાળકીને ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પંરતુ, તેનો જીવ બચી શક્યો નહતો. આ રીતે નજીકમાં રહેતા  અન્ય લોકોને પણ ઇજા થવાની શક્યતા છે. જેના  કારણે સ્થાનિક રહીશોમાં ફફડાટ છે.