સુરતના 3 વર્ષના બાળકનો મૃતદેહ ટ્રેનના શૌચાલયમાંથી મળ્યો, માસીના દીકરાએ જ કર્યું હતું અપહરણ
Kidnapped Surat Boy’s Body Recovered from Train Toilet : મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસમાં ગોરખપુરથી મુંબઈ આવેલી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના શૌચાલયમાં કચરાપેટીમાંથી 3 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. સૂચના મળતા જ RPF અને GRPની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મૃતક બાળકનું સુરતથી 21મી ઓગસ્ટ અપહરણ કરવામાં આવ્યું હતું.
મૃતક બાળકનો પરિવાર બિહારના શિવાન જિલ્લાનો વતની છે. તેઓ હાલ સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા હતા. મૃતકના માસીના દીકરાએ જ તેનું અપહરણ કર્યું હતું.
મૃતકના ભાઈ પર જ આશંકા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકની હત્યા ગળા પર ધારદાર હથિયારથી હુમલો કરીને કરવામાં આવી છે. મૃતકના ભાઈ પર જ હત્યાની આશંકા છે. પોલીસે કિડનેપિંગ અને મર્ડર મામલે તપાસ હાથ ધરી છે.
મુસાફરોની પણ પૂછરપછ કરવામાં આવી
નોંધનીય છે કે મુસાફરોને શૌચાલયની કચરાપેટીમાં મૃતદેહ દેખાતા ટ્રેનમાં હડકંપ મચી ગયો હતો. મુસાફરો ભયભીત થઈ ગયા હતા. જે બાદ પોલીસ અને રેલવે સ્ટાફને સૂચના આપવામાં આવી. પોલીસે પૂછપરછ માટે અમુક મુસાફરોને રોકી રાખ્યા હતા.