અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિક સાતમા માળેથી નીચે પટકાતા 2ના મોત, કરંટ લાગતા બની દુર્ઘટના

Ahmedabad News : અમદાવાદના સાઉથ બોપલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે રવિવારે (28 સપ્ટેમ્બર) બિલ્ડિંગના સાતમા માળે હોર્ડિંગ લગાવતી વખતે 3 શ્રમિક નીચે પટકાયા હોવાના સામે આવ્યું છે. શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 2ના મોત નીપજ્યા છે, જ્યારે એક ગંભીર હોવાનું જણાય છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ત્રણ શ્રમિક હોર્ડિંગ લગાવતા હતા, ત્યારે થાંભલાના વાયર સાથે હોર્ડિંગ અથડાતા દુર્ઘટના બની હતી. જેમાં ત્રણેય શ્રમિકો સાતમા માળની ઊંચાઈએથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.