Gujarat

વડોદરા: ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 મહિલા જ્વેલરી શો-રૂમમાંથી રૂ.10 લાખની સોનાની બંગડીઓ ઉઠાવી ગઈ

By GS TEAM
10 Oct 20251 min read
TukuTouch Logo
શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા જેતલપુર રોડ પરની એક મોટી જ્વેલરી શો-રૂમમાંથી ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગ્રાહક બનીને આવેલી ત્રણ મહિલાઓ સોનાની રૂ.10 લાખની કિંમતની બંગડીઓ ચાલાકીપૂર્વક ઉઠાવી ગઈ હતી, જે અંગે પોલીસે હવે CCTV ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 મહિલા જ્વેલરી શો-રૂમમાંથી રૂ.10 લાખની સોનાની બંગડીઓ ઉઠાવી ગઈ

Baroda:
 શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા જેતલપુર રોડ પરની એક મોટી જ્વેલરી શો-રૂમમાંથી ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગ્રાહક બનીને આવેલી ત્રણ મહિલાઓ સોનાની રૂ.10 લાખની કિંમતની બંગડીઓ ચાલાકીપૂર્વક ઉઠાવી ગઈ હતી, જે અંગે પોલીસે હવે CCTV ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અલકાપુરી વિસ્તારમાં જેતલપુર રોડ પર આવેલા પીએન ગાડગીલ એન્ડ સન્સ નામના શો-રૂમમાં ઑક્ટોબર 8ના રોજ બપોરના સવા એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. શો-રૂમમાં કર્મચારીઓ લંચ માટે વારાફરતી જઈ રહ્યા હતા, તે સમયનો લાભ લઈને આ ત્રણ મહિલાઓ ગ્રાહક તરીકે અંદર પ્રવેશી હતી.

આસિસ્ટન્ટ મેનેજર નિશાબેને તેમને બંગડીઓ બતાવી હતી, પરંતુ આ મહિલાઓએ કોઈ પણ ડિઝાઈન પસંદ ન કરી અને વારંવાર નવી ડિઝાઈન બતાવવાની માંગ કરી. લગભગ 15 મિનિટ સુધી કર્મચારીને વ્યસ્ત રાખ્યા બાદ, ત્રણેય મહિલાઓએ 'અમને બંગડીઓ પસંદ નથી' તેમ કહીને ત્યાંથી નીકળી ગઈ હતી.

રાત્રે જ્યારે શો-રૂમમાં સ્ટોકની ગણતરી કરવામાં આવી, ત્યારે રૂ.10 લાખની કિંમતની 7.70 તોલાની 8 સોનાની બંગડીઓ ઓછી જણાતાં મેનેજમેન્ટે તાત્કાલિક CCTV કેમેરા ચેક કર્યા હતા. ફૂટેજ તપાસતા સામે આવ્યું કે, ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ પૈકી એક મહિલાએ બંગડીઓનું બોક્સ ચાલાકીપૂર્વક પોતાની બેગમાં સરકાવી દીધું હતું.

આ સમગ્ર બનાવ અંગે શો-રૂમના સંચાલકોએ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને, CCTV ફૂટેજના આધારે આ ત્રણેય મહિલાઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.