Get The App

આણંદ અને ખંભાતના 3 એકમને રૂપિયા 3 લાખનો દંડ ફટકારાયો

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
આણંદ અને ખંભાતના 3 એકમને રૂપિયા 3 લાખનો દંડ ફટકારાયો 1 - image

- ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ર્ડ એક્ટના ભંગ બદલ 

- લેબોરેટરીમાં કેરીનો રસ, ઘી અને પનીરના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા

આણંદ : આણંદ જિલ્લામાં ખોરાક સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આણંદની સુંદર કાઠીયાવાડી, ખંભાતની રાણા જીવણલાલ મણીલાલ, અને આણંદની સહયોગ રેસ્ટોરન્ટ ખાતે તપાસણી હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન સુંદર કાઠીયાવાડીમાંથી કેરીના રસનો નમૂનો, રાણા જીવણલાલ મણીલાલમાંથી દેશી ઘીનો નમૂનો અને સહયોગ રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. લેબોરેટરી તપાસના પરિણામે તમામ નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. આ બાબતે કોર્ટમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ મુજબ વિવાદિત માલિકો/સંસ્થા/પેઢીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા સંબંધિત તમામ પક્ષકારોને નોટિસ આપી તેમની રજૂઆત કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. તમામ પુરાવાઓ અને રજૂઆતોના અવલોકન બાદ એજયુડીકેટીંગ ઓફીસર તથા નિવાસી અધિક કલેકટરની કોર્ટ દ્વારા ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ના ભંગ બદલ કલમ-૫૦ અને ૫૧ મુજબ દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં આણંદની સુંદર કાઠીયાવાડીને રૂ. ૨૫,૦૦૦, ખંભાતની રાણા જીવણલાલ મણીલાલને રૂ. ૧,૭૫,૦૦૦ અને આણંદની સહયોગ રેસ્ટોરન્ટને રૂ. ૧,૦૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે.