Get The App

જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફીલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને બે વેપારી પકડાયા

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાંથી કારમાં બેસીને બિયર ગટગટાવી મહેફીલ માણી રહેલા 3 વિદ્યાર્થીઓ અને બે વેપારી પકડાયા 1 - image

Jamnagar Liquor Party : જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાહેરમાં એક કારની અંદર બિયરનો નશો કરીને મહેફીલ માણી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ અને બે વેપારી સહિત પાંચ શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

જામનગરના પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે કનસુમરા પાટીયા નજીક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ખાલી પ્લોટમાં પાર્ક કરેલી કાર પાસે જઈ તેમા મહેફિલ ચાલી રહી હોવાને આધારે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન એક કારની અંદર પાંચ શખ્સો મળી આવ્યા હતા, અને તેઓ તમામ બિયરનો નશો કરી રહેલા જોવા મળ્યા હતા. આથી પોલીસે બિયરના ડબલા અને કાર તથા બાઈટિંગના પેકેટ વગેરે માલસામગ્રી કબજે કરી લીધી હતી, આ ઉપરાંત બિયરનો નશો કરી રહેલા જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા વેપારી અર્પિત અમિતભાઈ કાપડિયા, ઉપરાંત હાલાર હાઉસ પાસે રહેતા અને અભ્યાસ કરતા સુદીપ મદનમોહન પંડિત નામના વિદ્યાર્થી, ખોડીયાર કોલોની નજીક રાજનગરમાં રહેતા વેપારી હિતાર્થ કમલેશભાઈ ભટ્ટ, ઉપરાંત જામનગરમાં રહેતા અને અભ્યાસ કરતા પરિન અશોકભાઈ  સંઘાણી, તેમજ જામનગરમાં વિરલબાગ પાસે એક એપાર્ટમેન્ટમાં રહેતા વિદ્યાર્થી આનંદભાઈ મહેતાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તમામ સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.