Gujarat
જામનગરમાં ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવાનના ઘર પર ત્રણ શખ્સોનો પથ્થરમારો કરી હંગામો : વાહનમાં તોડફોડ
By GS TEAM
19 Jun 20251 min read
જામનગરમાં ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતા 28 વર્ષના યુવાને પોતાના ઘરના દરવાજા ઉપર પથ્થર મારો કરી તોડફોડ કરવા અંગે તેમ જ ઘર પાસે પાસ કરેલું વાહન પણ તોડી નાખવા અંગે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગરમાં ત્રણ દરવાજા વિસ્તારમાં રહેતા મોઈન સલીમભાઈ નામના 28 વર્ષના યુવાને પોતાના ઘરના દરવાજા ઉપર પથ્થર મારો કરી તોડફોડ કરવા અંગે તેમ જ ઘર પાસે પાસ કરેલું વાહન પણ તોડી નાખવા અંગે રોનક ચુડાસમા, સાગર ખવાસ, અને ભાવિન પટણી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીને અગાઉ તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને તમામ આરોપીઓ ફરિયાદી મોઈનના ઘરની બહાર આવ્યા હતા, અને દેકારો કરી બહાર બોલાવ્યો હતો, પરંતુ પોતે બહાર નહીં જતા તમામ શખ્સો તોડફોડ કરીને ભાગી છુટયા હતા, જેથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.