Gujarat

ભરણપોષણના કેસમાં 3 શખ્સને કેદની સજા

By GS TEAM
24 May 20261 min read
ભરણપોષણના કેસમાં 3 શખ્સને કેદની સજા

બરવાળાના જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસે સજાનો હુકમ કર્યો

પશ્ચિમ બંગાળના શખ્સને ૧૨૦ દિવસ, જાળિયાના ઈસમને ૧૧૦ દિવસ અને સોનઠાના શખ્સને ૨૪૦ દિવસની સજા ફટકારાઈ

ભાવનગરભરણપોષણ અને ભાડાની રકમ ચૂકવવામાં કસૂરવાન ઠરેલા ત્રણ શખ્સને બરવાળા કોર્ટે સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સોનઠા ગામે દેવીપૂજક વાસમાં રહેતો મહેશ ભાવુભાઈ ખાવડિયાને બરવાળાના પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડી. મેજિ. ફર્સ્ટ ક્લાસ એ.પી. જોષીએ તા.૧૫-૧૧-૨૦૨૨થી તા.૧૫-૧૧-૨૦૨૪ સુધીના ભરણપોષણ અને ભાડાની રકમ ચૂકવવામાં કસૂર બદલ ૨૪૦ દિવસ સાદી કેદની સજા ફટકારી છે. બીજા એક કેસમાં ગારિયાધાર તાલુકાના પાણસડા જાળિયા, બસ સ્ટેન્ડ સામે રહેતો રમેશ માવજીભાઈ ગોહિલને તા.૮-૧૧-૨૦૨૪થી તા.૮-૧૦-૨૦૨૫ સુધીની ભરણપોષણ અને ભાડાની રકમ ન ચૂકવતા ૧૧૦ દિવસ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. તેમજ પશ્ચિમ બંગાળના હાવડા, નંદી બાગાન મધર ડેરી પાસે, ભૈરાબ દત્તા લેન, બિલ્ડીંગ નં.૯/૭/૧, પહેલા માળે રહેતો મહેશ ભાવુભાઈ ખાવડિયા નામના શખ્સને તા.૧૫-૧૧-૨૦૨૨થી તા.૧૫-૧૧-૨૦૨૪ સુધીના ઘરભાડાની રકમ ચૂકવવામાં કસૂર બદલ બરવાળા કોર્ટે ૧૨૦ દિવસ સાદી કેદની સજા ફટકારી છે.