Get The App

રખડતા ઢોરની અડફેટે 5 વર્ષમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યા

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
રખડતા ઢોરની અડફેટે 5 વર્ષમાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યા 1 - image

પટડીમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, રોડ પર અડિંગો જમાવતા અકસ્માતનો ભય

ગ્રામ્ય વિસ્તારોમાંથી ઢોર છોડી જવાતા રખડતા ઢોરની સંખ્યામાં વધારો, કાયમી ઉકેલની માંગ

પાટડીપાટડી શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો અને સરકારી કચેરીઓ આસપાસ રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રસ્તા પર આડેધડ બેઠેલા ઢોરને કારણે નિયમિતપણે ટ્રાફિકજામ થાય છે અને રાહદારીઓને હાલાકી પડે છે. વળી, ઢોર અંદરોઅંદર યુદ્ધે ચડતા આસપાસના લોકોને અડફેટે લેવાના બનાવો પણ બની ચૂક્યા છે.

શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં રખડતા ઢોરને કારણે ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જેને કારણે દુકાનદારો અને વાહનચાલકોમાં સતત ભયનો માહોલ છે. પાટડી શહેરમાં રખડતા ઢોરની વધતી સંખ્યાનું એક કારણ ગ્રામ્ય વિસ્તારોમાંથી પશુઓને અહીં છોડી જવાની ફરિયાદો છે. પાટડી નગરપાલિકા દ્વારા વિરમગામ રોડ પર આવેલ બંધ ડમ્પિંગ સ્ટેશનની જગ્યા પર પશુઓ માટે આશ્રય સ્થાન બનાવવાની વિચારણા ચાલી રહી છે, તેમજ ગેરકાયદેસર દબાણવાળી ગૌચર જમીન ખુલ્લી કરવાથી પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

જોકે, અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરની સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.