Gujarat

ભાવનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સગીરા સહિત 3ના અપહરણ

By GS TEAM
7 Jun 20261 min read
ભાવનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સગીરા સહિત 3ના અપહરણ

પિતાએ અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી

પરિવારજનોએ બાળ કિશોરની શોધખોળ કરી છતાં કોઈ ભાળ નહીં મળતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

ભાવનગરભાવનગર પંથકમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અલગ-અલગ સ્થળોએથી એક સગીરા અને સગીરાનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યાની ઘટનાને સામે આવી હતી તેવામાં એક બાળ કિશોરને અજાણ્યા ઇસમ અપહરણ કરી નાસી છૂટયા હતા. આ બનાવ સંદર્ભે  અલગ-અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગતરોજ વહેલી સવારે ઘોઘારોડ પોલીસ મથકના વિસ્તારમાંથી અજાણ્યો ઇસમ સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી નાસી છૂટયો હતો અને એક સગીરનું અપહરણ કરી પાંચ જેટલા શખ્સોએ ઢોર માર માર્યો હોવાની ઘટનાને ૨૪ કલાક નથી થયા ત્યાં ભાવનગર પંથકમાં રહેતા પિતાએ નિલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ૧૭  વર્ષનો પુત્ર ઘરે  હતો અને બપોરના ચારેક વાગ્યા પછી હમણા આવુ છુ તેમ કહી પહેર્યાં કપડે ચાલીને નિકળેલ ત્યારબાદ તેના મમ્મીએ પાંચેક વાગ્યે ૧૭ વષય બાળ કિશોરને ફોન કરતા તેનો મોબાઇલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. તેથી પત્નીએ તેમના પતિને જાણ કરતા પુત્રને શોધવા માટે પિતાએ  ઘરના સભ્યો તથા સગાસંબંધી તેમજ તેના મિત્રોને પુત્ર અંગે પુછતા કોઇને કાઇ જાણ થયેલ ન હતી અને પિતાએ નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગરમાં અપહરણની ત્રણ ઘટના બની છે.