Get The App

કાલાવડના ડુંગરાળી દેવળીયા ગામે વીજ કરંટથી ખેડૂત દંપતી સહિત ૩ના મોત

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
કાલાવડના ડુંગરાળી દેવળીયા ગામે વીજ કરંટથી ખેડૂત દંપતી સહિત ૩ના મોત 1 - image

વીજ વાયરમાંથી લાગેલો આંચકો જીવલેણ બન્યો : વાડીના તબેલામાં કામ કરતા હતા ત્યારે બનાવ

 જામનગર : કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામમાં એક વાડીમાં કામ કરી રહેલા ખેડૂત દંપતિ અને એક શ્રમિક યુવાન ને વીજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેયના ઘટના સ્થળે કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જેથી ભારે અરેરાટી પ્રસરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડી દોડતી થઈ છે.

આ કરૂણ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામમાં રહેતા રવજીભાઈ પટેલ નામના 65 વર્ષના ખેડૂત બુઝુર્ગ અને તેમના પત્ની સવિતાબેન પટેલ (ઉ.વ. 63) કે જેઓ પોતાની વાડીના તબેલામાં કામ કરી રહ્યા હતા. તેઓની સાથે વાડીમાં જ કામ કરતો બુધાભાઈ નામનો 25 વર્ષનો શ્રમિક પણ તબેલામાં કામમાં સાથે જોડાયો હતો.

જે દરમિયાન ઈલેક્ટ્રીક વાયરમાંથી ત્રણેયને એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેયના બનાવના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યાં હતા. આ ગોઝારા બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્યના પીઆઇ આર.બી. ઠાકોર પોલીસ ટુકડી સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ત્રણેય ના મૃતદેહોનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને ડુંગરાડળી દેવળીયા ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.