Gujarat

ઉમરેઠ, તારાપુર તાલુકાની 3 વ્યક્તિ રહસ્યમય ગુમ

By GS TEAM
2 Oct 20251 min read
ઉમરેઠ, તારાપુર તાલુકાની 3 વ્યક્તિ રહસ્યમય ગુમ

- ખંભાતથી મિલરામપુરાની યુવતી ગુમ

- મહી નદીએ જવાનું કહી ખાનકુવાની પરિણીતા 2વર્ષની પુત્રી સાથે લાપતા

આણંદ : ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામની પરિણીતા બે વર્ષની પુત્રી સાથે ઘરેથી મહીસાગર નદીએ જવા નીકળ્યા બાદ લાપતા થઈ હતી. તારાપુર તાલુકાના મિલરામપુરા ગામની ૩૦ વર્ષીય યુવતી ખંભાત ખાતેથી લાપતા થઈ હોવાના બે અલગ અલગ બનાવો પોલીસ મથકે નોંધાયા છે.

ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામની સારસિયાની ખડકી ખાતે રહેતા પ્રજ્ઞોશભાઈ પટેલની પત્ની ભાવનાબેન (ઉં.વ.૩૨) તા. ૩૦મી સપ્ટેમ્બરે પોતાની બે વર્ષીય પુત્રી આધ્યાને સાથે લઈ મહીસાગર નદીએ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ માતા પુત્રી ઘરે પરત ના ફરી લાપતા થયા હતા. શોધખોળ કરવા છતાં પત્તો ન લાગતા આખરે ભાલેજ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધી માતા અને પુત્રીની શોધખોળ આરંભી છે.ગુમ થવાના બીજા બનાવમાં તારાપુરના મિલરામપુરા ખાતે રહેતી ૩૦ વર્ષીય અસ્મિતાબેન અલ્કેશભાઇ પરમાર તા. ૨૫મી સપ્ટેમ્બરે ખંભાત ખાતેથી ગુમ થઈ હતી. જે અંગે યુવતીના પિતા હરિભાઈ જાદવે ખંભાત શહેર પોલીસ મથકમાં જાણ કરી છે.