Get The App

મહારાષ્ટ્રમાં ગુજરાતની કાર ખીણમાં ખાબકતાં દેડિયાપાડાના 3ના મોત, 5 ઈજાગ્રસ્ત

Updated: May 26th, 2025

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં ગુજરાતની કાર ખીણમાં ખાબકતાં દેડિયાપાડાના 3ના મોત, 5 ઈજાગ્રસ્ત 1 - image

Accident Incident In Maharashtra : મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં ગુજરાતીઓની કારને ગંભીર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ખીણમાં ખાબકતાં કારમાં સવાર દેડિયાપાડાના 8 વ્યક્તિઓમાંથી 3ના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

મહારાષ્ટ્રમાં અકસ્માતમાં દેડિયાપાડાના 3ના મોત

ગુજરાતના દેડિયાપાડા તાલુકાના કોલીવાડા, કંકાલા અને પાનસર ગામના 8 લોકો ઈકો કારમાં મહારાષ્ટ્રના મોલગી વિસ્તારમાં ભજન કાર્યક્રમમાં ગયા હતા.  ગુજરાતીઓ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ગત 22 મે, 2025ના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના મોલગી વિસ્તાર નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર જંગલની ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં દેડિયાપાડાના પાનસરના ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો: રાજકોટમાં મહિલા ડૉક્ટરે દવાનો ઓવરડોઝ લઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

મૃતકોની યાદી

- મોહનભાઈ બામણીયા વસાવા (ઉં.વ. 39, પાનસર)

- જીવણદાસ સૂરદાસ વસાવા (ઉં.વ. 40, કંકાલા)

- સુભાષભાઈ ફુલજીભાઈ (ઉં.વ. 48, રૂપઘાટ, નેત્રંગ)